Navratri 2024: આ વર્ષે ક્યારથી શરુ થઈ રહી છે નવરાત્રિ? જાણો શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Shardiya Navratri 2024 : નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે. માતા અંબાને સમર્પિત આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે આસો મહિનામાં શારદીય નવરાત્રિ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને સમગ્ર નવ દિવસ સુધી મા આદિશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે.
3જી ઓક્ટોબરથી શરુ શારદીય નવરાત્રિ
શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર, 2024ને ગુરુવારથી શરૂ થશે અને આ નવરાત્રિના નવ નોરતાં 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ પૂરા થશે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે મહાલયના દિવસે પિતૃઓ પૃથ્વી પરથી પાછા ફરે છે, ત્યારે માતા દુર્ગા તેમના પરિવાર અને મિત્રો સાથે પૃથ્વી પર આવે છે, જે દિવસે નવરાત્રિની શરુઆત થાય છે, તે આધારે માતા દરેક સમયે અલગ-અલગ વાહનોમાં આવે છે.
આ પણ વાંચો: તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ
શારદીય નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે, અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ નવ દિવસના આ ઉત્સવના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે, અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિ ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. મા દુર્ગાની પૂજાનો તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે ચૈત્ર અને શારદીય નવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યે શરૂ થશે, અને બીજા દિવસે 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.
માતા દુર્ગાના વાહનો
આમ તો મા દુર્ગાનું વાહન સિંહ માનવામાં આવે છે, પરંતુ દર વર્ષે નવરાત્રિના સમય અને તિથિ પ્રમાણે માતા અલગ-અલગ વાહનોમાં સવાર થઈને પૃથ્વી પર આવે છે, એટલે કે સિંહને બદલે માતા પણ અન્ય વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે. માતા દુર્ગા વાહન દ્વારા આવે છે, અને વાહન દ્વારા પણ જાય છે. દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે..
શશિ સૂર્ય ગજરુધા શનિભૌમાય તુરાંગમે.
ગુરુશુક્રેચ દોલયં બુધે નૌકાપ્રકીર્તિતા ॥
આ શ્લોકમાં અઠવાડિયાના સાત દિવસો પ્રમાણે દેવીના આગમન માટેના વિવિધ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નવરાત્રી વિશેષ નક્ષત્રો અને યોગો માનવ જીવન પર વિશેષ અસર કરે છે. તેવી જ રીતે કલશ સ્થાપનના દિવસે દેવી જે વાહન પર પૃથ્વી તરફ આવે છે, તેની પણ માનવ જીવન પર વિશેષ અસર થાય છે.
માતા દુર્ગા ડોલી અથવા પાલખી પર સવાર થઈને આવશે
નવરાત્રિના પ્રથમ દિવસના આધારે મા દુર્ગાની સવારી જાણીતી છે. નવરાત્રિ દરમિયાન માતાની સવારીનું વિશેષ મહત્ત્વ છે. માતા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે. હાથી પર દેવી માતાનું આગમન સંકેત આપે છે કે, આ વર્ષે સારો વરસાદ થશે અને ખેતી સારી રહેશે. દેશમાં અનાજનો ભંડાર વધશે.
માતાનું વાહન ડરામણા સંકેતો આપે છે
- જ્યારે મા દુર્ગાની સવારી ડોલી અથવા પાલખી પર કરે છે, ત્યારે તે સારો સંકેત નથી. પાલખી પર મા દુર્ગાનું આગમન દરેક માટે ચિંતામાં વધારો કરનાર માનવામાં આવે છે.
- અર્થવ્યવસ્થા પડી ભાંગવાને કારણે લોકોના કામ-ધંધામાં મંદી આવે તેવી સંભાવના છે.
- દેશ - દુનિયામાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે.
- લોકોને કોઈ મોટી અકુદરતી ઘટનાનો સામનો કરવો પડી શકે છે.
- લોકોમાં બીમારી ફેલાવવાનો ડર રહે છે. અન્ય દેશોમાંથી હિંસાના સમાચાર આવી શકે છે.
શારદીય નવરાત્રિનું ધાર્મિક મહત્વ
ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ નવ દિવસો દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે, અને દરેક સ્વરૂપનો અલગ મહિમા છે. આદિશક્તિ જગદંબાના દરેક સ્વરૂપ દ્વારા વિવિધ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ તહેવાર નારી શક્તિની આરાધનાનો તહેવાર છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અહીં આપવામા આવેલી કોઈપણ માહિતીનું ગુજરાત સમાચાર સમર્થન કે પુષ્ટિ કરતું નથી.કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.