સારો સમય આવવાનો સંકેત છે આ પક્ષીનો ઘરમાં પ્રવેશ કરવો, પૈસાથી ભરાઈ જશે તિજોરી
Vastu Shastra : વાસ્તુશાસ્ત્ર એ દિશાનું ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિના પાંચ તત્ત્વો, ગ્રહો અને અન્ય શક્તિઓનું સંતુલન કરે છે. જે કલા, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યામાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં અચાનક કોઈક પક્ષીનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો કેટલાક પક્ષીઓનું આવવું ખરાબ માનવામાં આવે છે. એટલે આજે તમને જે પક્ષી વિશે વાત કરવાની છે, જો તે તમારા ઘરમાં આવે તો તેનો અર્થ એ છે કે હવે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે.
ઘરમાં આ પક્ષીઓનું આગમન હકારાત્મકતા લાવે છે. ઉપરાંત આ પક્ષીઓનું ઘરમાં આગમન થતાં ધનલાભ થવાનો સંકેત મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરમાં અચાનક પોપટ આવીને બેસે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે પોપટને પાંજરામાં પૂરીને ઘરમાં રાખો તો તે યોગ્ય નથી.
શાસ્ત્રમાં પોપટનો સંબંધ ધનના દેવતા ભગવાન કુબેર સાથે હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પોપટને કામદેવનું વાહન પણ કહેવામાં આવે છે. આ જ કારણે પોપટને શુભનું પ્રતિક માનવામાં આવે છે. પોપટ જ્યાં જાય છે, ત્યાં સમૃદ્ધિ લાવે છે.
આ ઉપરાંત જો તમારા ઘરમાં ચકલી આવીને તેનો માળો બનાવે છે, તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં પક્ષી પોતાનો માળો બનાવે છે, ત્યાં ક્યારેય પૈસાની અછત નથી હોતી. હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.