ધનતેરસના દિવસે સોનું- ચાંદી સિવાય શું ખરીદવું, શું ન ખરીદવું, જાણો તેની પાછળનું કારણ

ધનતેરસના દિવસ ખરીદી માટે અતિ શુભ માનવામાં આવે છે

માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ સુખ-સમૃદ્ધિ આપે છે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ધનતેરસના દિવસે સોનું- ચાંદી સિવાય શું ખરીદવું, શું ન ખરીદવું, જાણો તેની પાછળનું કારણ 1 - image
Image Social Media 

તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર

What to buy on Dhanteras: ધનતેરસથી દીપોત્સવી પર્વની શરુઆત થાય છે. કારતક માસમાં કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે ધનતેરસ મનાવવામાં આવે છે. આ વર્ષે 10 નવેમ્બર  2023, શુક્રવારના રોજ ધનતેરસ મનાવવામાં આવશે. ધનતેરસના દિવસ ખરીદી માટે અતિ શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ સુખ-સમૃદ્ધિ આપે છે, સાથે તે લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોનું-ચાંદી, વાસણ અને ગાડી જેવી મોંઘી વસ્તુઓ ખરીદતા હોય છે. 

ધનતેરસના દિવસે કઈ કઈ ચીજો ખરીદવી જોઈએ

ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે સાથે બીજી અન્ય કેટલીક વસ્તુઓ છે, જે ધનતેરસના દિવસે ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઝાડુનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદો અને તેની કંકુ, ચોખા અને ફૂલોથી પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી. 

આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી અને તેમને ધાણા અર્પણ કરવા

ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી અને તેમને ધાણા અર્પણ કરવા. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. પૂજા થઈ ગયા પછી આ ધાણાને કોઈ કુંડામાં લઈ તેમા વાવવા જોઈએ. આમ કરવાથી ધંધા- વેપારમાં તેજી આવે છે.

ધ્યાન રહે કે સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચના વાસણો બિલકુલ ન ખરીદશો

ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવા પણ અતિ શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે તાંબાના વાસણો પણ ખરીદવા જોઈએ. પરંતુ ધ્યાન રહે કે સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચના વાસણો બિલકુલ ન ખરીદશો. આ દરેક વસ્તુઓનો સંબંધ શનિ અને રાહુ સાથે રહેલો છે. ધનતેરસના દિવસે આ પ્રકારની અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. એટલે ભૂલથી પણ કોઈ એવી વસ્તુ ન ખરીદો કે જેનાથી કોઈ અશુભ થાય.

ધનતેરસના દિવસે શા માટે વાસણ ખરીદવામાં આવે છે?

પરંપરાગત રીતે સદીઓથી ધનતેરસના દિવસે વાસણો ખરીદવામાં આવે છે. માન્યતા પ્રમાણે વાસણો ખરીદવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે. આ સાથે પૌરાણિક કથાઓ પ્રમાણે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન ધનથી ભરેલો કલશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરિના હાથમાં પિત્તળનો કળશ હતો, એટલા માટે આ દિવસે પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા રહેલી છે.


Google NewsGoogle News