કૈલાશ માનસરોવર નજીક આવેલું રાક્ષસ તળાવનું રહસ્ય, તિબેટના લોકો કેમ ત્યાં જતા ડરે છે?
all Image: kailash-yatra.org |
Kailash Manaswor Near Rakshastal: ભગવાન શિવના નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત પાસે બે તળાવો આવેલા છે, જ્યા ભગવાન શિવનો વાસ હોવાનું કહેવાય છે. પહેલું કૈલાશ માનસરોવર અને બીજું- રાક્ષસ (Rakshastal)તળાવ. પુરાણો અને અન્ય ગ્રંથોમાં માનસરોવર તળાવને ભગવાન બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયું હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી બાજુ રાક્ષસ તળાવ પણ એટલું જ રહસ્યમય છે. જે તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે. રાક્ષસ તાલનો શાબ્દિક અર્થ થાય છે "રાક્ષસનું તળાવ" અથવા "શેતાનનું તળાવ".
આ પણ વાંચો: -પુરી જગન્નાથના મંદિરનો ખજાનો ચોરાયો? રત્ન ભંડારની નકલી ચાવીઓનું ઘેરાયું રહસ્ય
રાક્ષસ તળાવ અર્ધચંદ્રાકાર આકારનું અને ખારા પાણીનું તળાવ છે. અર્ધચંદ્રાકાર આકાર અંધકારનું પ્રતીક છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ એ જ સ્થાન છે જ્યાં રાક્ષસ રાજા રાવણે ભગવાન શિવની તપસ્યા કરી હતી અને શિવની આરાધના કરી હતી. રાક્ષસ તળાવનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થયું, તે વિશે અલગ-અલગ સિદ્ધાંતો છે. એન તેની સાથે કેટલીક વાર્તાઓ જોડાયેલી છે.
કેવી રીતે બન્યું આ તળાવ ?
એક વાર્તા એવી છે કે, રાક્ષસ તળાવનું નિર્માણ ખુદ રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતા. રાવણ પોતાની ઈચ્છા પૂરી કરવા કૈલાસ પર્વત પર ગયો હતો. કૈલાસ જતા પહેલા રાક્ષસ તળાવમાં સ્નાન કર્યું અને ત્યાં જ ધ્યાન કરવા બેઠો હતો. પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે રાવણે રાક્ષસ તળાવમાં ડૂબકી લગાવી ત્યારે આ તળાવ આસુરી શક્તિઓના કબજામાં આવી ગયું અને નકારાત્મકતાથી ભરાઈ ગયું.
એક સેકન્ડ પણ નથી જીવતી રહેતી માછલી
રાક્ષસ તળાવનું પાણી એટલું બધુ ખારુ છે કે ત્યાં માછલી કે અન્ય કોઈ પ્રાણી તેની અંદર ટકી શકતા નથી. તળાવનું પાણી ગ્રે કલરનું દેખાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે, દર કેટલાક મહિને પાણીનો રંગ બદલાઈ જાય છે.
નજીક પણ નથી જતા તિબેટીયન
તિબેટના સ્થાનિક લોકો અને કેટલાક ગ્રંથોમાં રાક્ષસ તળાવ સાથે જોડાયેલા અન્ય દાવો પણ જોવા મળે છે. તે પ્રમાણે રાવણ ઈચ્છતો હતો કે, ભગવાન શિવને લંકામાં નિવાસ કરે. તેમને પ્રસન્ન કરવા માટે રાક્ષસે તળાવના કિનારે ઊંડું ધ્યાન લગાવ્યું હતું અને ભગવાન શિવની પૂજા- ઉપાસના કરી હતી.
રાક્ષસ તળાવ કૈલાશ પર્વતની પશ્ચિમ બાજુ લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તળાવની આસપાસ 4 ટાપુઓ છે - ડોલા, લાચતો, ટોપસરમા અને દોશરબા. રાક્ષસ તળાવને તિબેટીયન ભાષામાં લાંગગર ચો અથવા લ્હાનાગ ત્સો તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "ઝેરનું કાળું તળાવ". તિબેટીઓનું માનવું છે કે, તેનું પાણી શાપિત છે. તેને સ્પર્શ કરવાથી પણ ઘણું નુકસાન થઈ શકે છે. એટલે તેઓ આ તળાવની નજીક પણ નથી જતા.
રાક્ષસ તળાવ પાસે એક નાની નદી પણ છે. જે ગંગચુ નદી નામથી જાણીતી છે. આ નદી માનસરોવર તળાવ અને રાક્ષસ તળાવને જોડે છે. એવું માનવામાં આવે છે કે માનસરોવરમાંથી પવિત્ર જળ લઈ જવા માટે ઋષિઓ દ્વારા આ નદી બનાવવામાં આવી હતી.
કેમ ઝેરી છે તેનું પાણી ?
રાક્ષસ તળાવનું પાણી માત્ર ખારું જ નહીં સાથે સાથે ઝેરી પણ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે તેમાં નહાવાથી કે તેનું પાણી પીવાથી ઘણું નુકસાન થઈ શકે છે. જીવ પણ જઈ શકે છે. એક માહિતી પ્રમાણે એવા પણ કેટલાક કિસ્સાઓ છે, જેમાં રાક્ષસ તળાવમાં સ્નાન કરનારાઓને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો.
કોઈને નજીક જવાની નથી મંજૂરી
હાલમાં ચીન સરકાર દ્વારા રાક્ષસ તળાવની આસપાસ વાડ લગાવવામાં આવી છે. અને રાક્ષસ તળાવના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. તેમજ આ તળાવની નજીક કોઈને જવા દેવામાં આવતા નથી. દૂરથી તળાવ જોઈ શકાય છે.