Get The App

સૂર્ય ઉપાસનાનો સાચો સમય કયો? જાણો શિયાળામાં સૂર્ય દેવની પૂજાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
સૂર્ય ઉપાસનાનો સાચો સમય કયો? જાણો શિયાળામાં સૂર્ય દેવની પૂજાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ 1 - image


Image Source: Wikipedia

અમદાવાદ, તા. 03 ડિસેમ્બર 2023 રવિવાર

પૌરાણિક કાળથી જ સૂર્યને દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. પંચદેવોમાં સૂર્ય જ એકમાત્ર એવા દેવતા છે જે પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. કહેવાય છે કે દરરોજ સૂર્ય દેવતાને જળ અર્પણ કરવાથી યશ-પુણ્ય, સુખ-સૌભાગ્ય અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં વ્રતનો શુભારંભ પણ સૂર્યોદયથી જ માન્ય થાય છે. સૂર્યને જળ ચઢાવવાનો એક નિયમિત સમય છે ત્યારે આ પૂજાનું ફળ મળે છે. 

સૂર્યને જળ અર્પણ કરવાનો સાચો સમય

ઋગ્વેદ અનુસાર સૂર્યોદય થવાના 1 કલાકની અંદર તેમને જળ અર્પણ કરવુ જોઈએ, કેમ કે આ દરમિયાન સૂર્ય દેવ શીતળ સ્વભાવમાં હોય છે. આ સમયે સૂર્યની કિરણો સાધકના રોગોથી મુક્તિ અપાવે છે અને આ સાથે જ તેને કાર્યોમાં સફળતા, આત્મ બળમાં વૃદ્ધિ, રાજકૃપાના આશીર્વાદ પણ મળે છે જ્યારે સૂર્યની રોશની તેજ હોય ત્યારે જળ અર્પણ કરવાનો કોઈ લાભ નથી. પૂજાનું ફળ મળતુ નથી.

સૂર્ય પૂજાનું ધાર્મિક મહત્વ

જ્યોતિષ અનુસાર સૂર્યદેવને અન્ય તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જોઈ શકાય છે કે માત્ર મનુષ્ય જ નહીં દેવતા પણ સૂર્યની પૂજા બાદ જ પોતાની દિનચર્યા આરંભ કરતા હતા. લંકા ગયા પહેલા ભગવાન શ્રીરામે પણ સૂર્યને જળ અર્પણ કરી પૂજા કરી હતી, ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્વ જણાવ્યુ છે. શ્રીકૃષ્ણના પુત્ર સાંબ પણ સૂર્યની ઉપાસના કરીને જ રક્તપિત્તનો રોગ દૂર કરી શક્યા હતા. સૂર્ય પૂજાથી ઘણા ઋષિઓને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયુ છે.

જ્યોતિષમાં સૂર્ય પૂજાનું મહત્વ

જ્યોતિષ અનુસાર સૂર્યને નવગ્રહોમાં પ્રથમ ગ્રહ અને પિતાના ભાવ કર્મનો સ્વામી માનવામાં આવ્યો છે. પિતા-પુત્રના સંબંધોમાં વિશેષ લાભ માટે સૂર્ય સાધના પુત્રએ કરવી જોઈએ. સૂર્યદેવની કૃપા થવા પર કુંડલીમાં નકારાત્મક પ્રભાવ આપનાર ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ જાય છે. સૂર્યને જળ અર્પણ કરવાથી બગડેલા કાર્ય સુધરી જાય છે. નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ અને રાજસુખ મળવાના યોગ વધે છે.

સૂર્ય પૂજાનું વૈજ્ઞાનિક મહત્વ

શિયાળામાં સૂર્ય દેવતા અગિયાર હજાર રશ્મિઓની સાથે તપીને શિયાળાથી રાહત આપે છે. આ દરમિયાન સૂર્ય દેવની પૂજા કરવાથી ધર્મ લાભની સાથે આરોગ્ય લાભ પણ મળે છે. 

શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે શરીરમાં વિટામિન ડી ની ઉણપ થઈ જાય છે જે આપણને સૂર્યની કિરણોમાંથી મળે છે. દરમિયાન જ્યારે સૂર્ય પૂજા દરમિયાન તેમની કિરણો શરીર પર પડે છે તો ત્વચાની બીમારીઓનું જોખમ પણ ઓછુ થઈ જાય છે અને વિટામિન ડી ની ઉણપ પણ પૂરી થઈ જાય છે. પાચન શક્તિ પણ વધે છે.

શિયાળાની સીઝનમાં સૂર્યને કરવામાં આવતા નમસ્કારને સર્વાંગ વ્યાયામ કહેવામાં આવે છે. આને કરવાથી સારા આરોગ્યની સાથે-સાથે માનસિક શાંતિ પણ મળે છે.


Google NewsGoogle News