રમઝાનના રોજાથી પણ વધુ ઉપવાસ રાખે છે ખ્રિસ્તીઓ, આ વર્ષે વેલેન્ટાઈન ડેથી શરૂ થશે વેડનેસડેની શરૂઆત

આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે એશ વેડનેસડે ઉજવવામાં આવશે

વિશ્વભરના ખ્રિસ્તીઓ એશ બુધવારથી 40 દિવસના ઉપવાસની શરુઆત કરશે

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
રમઝાનના રોજાથી પણ વધુ ઉપવાસ રાખે છે ખ્રિસ્તીઓ, આ વર્ષે વેલેન્ટાઈન ડેથી શરૂ થશે વેડનેસડેની શરૂઆત 1 - image
Image Twitter 

Ash Wednesday 2024: આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે એશ વેડનેસડે ઉજવવામાં આવશે. વિશ્વભરના ખ્રિસ્તીઓ એશ બુધવારથી 40 દિવસના ઉપવાસની શરુઆત કરશે, જેને લેન્ટ નામથી ઓળખવામાં આવે છે. એશ બુધવારને લેન્ટ ડે પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસને દુ:ખ તરીકે મનાવે છે. આ 40 દિવસ સુધી ખ્રિસ્તીઓ રોજા કે ઉપવાસ રાખે છે અને ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરે છે. લેન્ટ દરમિયાન લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે. એવું કહેવામાં આવે છે કે, ઈસુ ખ્રિસ્તે 40 દિવસનો ઉપવાસ કર્યો હતો. ત્યાર પછીથી 40 દિવસના ઉપવાસને ત્યાગ અને બલિદાન સ્વરુપે મનાવવામાં આવે છે. 

ક્યારે છે એશ બુધવાર  2024 ?

દર વર્ષે એશ બુધવાર (Ash Wednesday)ને લેન્ટની શરુઆતનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2024માં એશ બુધવાર 14 ફેબ્રુઆરીથી થશે. એશ બુધવાર સામાન્ય રીતે પશ્ચાતાપ અને પ્રાર્થના પર કેન્દ્રીત હોય છે. એશ બુધવાર હંમેશા ઈસ્ટરથી 40 દિવસ પહેલા આવે છે. લેન્ટ માટે આ 40 દિવસ પશ્ચાતાપ, વ્રત ઉપવાસ, ચિંતન અને ઉત્સવ ઈસ્ટરની તૈયારીનો સમય હોય છે. 

કેમ મનાવવામાં આવે છે એશ બુધવાર?

એશ બુધવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે પ્રાર્થના, ઉપવાસ અને પશ્ચાતાપ માટેનો એક પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસથી જ લેન્ટની શરુઆત થઈ હતી, જે ઈસ્ટર સુધી ચાલે છે. એશ બુધવારે પશ્ચિમી ખ્રિસ્તી પરંપરા છે, જેમા રોમન કેથોલિક સંપ્રદાય પણ સામેલ છે. લેન્ટના આ 40 દિવસોમાં લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરે છે. આ દિવસનું મુખ્ય ધ્યેય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોશો કરવો, ત્યાગ અને મંથન કરવાનું હોય છે. આ 40 દિવસો દરમિયાન ખ્રિસ્તી લોકો માંસ ખાવાનું ઓછુ કરી દે છે અને તેમના અહંકારને દુર કરે છે. એશ બુધવારે લોકો દાન કરવાનું વધુ પસંદ કરે છે. 



Google NewsGoogle News