Get The App

નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ 2025માં ભૂકંપ માટે કઈ ભવિષ્યવાણી કરી હતી? જુઓ કેટલી સાચી પડી

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ 2025માં ભૂકંપ માટે કઈ ભવિષ્યવાણી કરી હતી? જુઓ કેટલી સાચી પડી 1 - image


Image: Wikipedia 

Nostradamus and Baba Vanga Predict: પૃથ્વીની ધ્રૂજારી એટલે કે ભૂકંપ તે રહસ્ય છે, જેની ભવિષ્યવાણીનો માર્ગ આજ સુધી વિજ્ઞાની શોધી શક્યાં નથી. ભૂકંપ ક્યારે આવશે? તેની ઝડપ કેટલી હશે? આ કુદરતના ગર્ભમાં જ છુપાયેલો હોય છે. દિલ્હીવાસીઓને પણ સવારે ભૂકંપના ઝડપી આંચકાઓએ ચોંકાવ્યા. લોકો ગભરાઈ ગયા. આ પહેલી વખત નથી. ભૂકંપ માણસોને આવી જ રીતે ડરાવતો અને ચોંકાવતો રહે છે. ભવિષ્યવાણીઓનો જ્યારે ઉલ્લેખ આવે છે તો બે નામ સૌથી પહેલા આવે છે. નાસ્ત્રેદમસ અને બાબા વેંગા. સંયોગ કહીએ કે પછી કંઈ બીજું... અમુક અવસરે બંનેની ભવિષ્યવાણીઓ એકદમ સાચી સાબિત થઈ છે. બંનેએ પૃથ્વીની ઉથલ-પાથલને લઈને પણ ભવિષ્યવાણીઓ કરી છે. 

2025માં ઉથલ-પાથલ

નાસ્ત્રેદમસે પોતાની કવિતાઓમાં ઘણી વખત કુદરતી આપત્તિઓ વિશે વાત કરી છે. પૃથ્વીનું હલવું અને નદીઓમાં તોફાન આવવા જેવી ઘટનાઓને પર્યાવરણીય ઉથલ-પાથલની ચેતવણી તરીકે સમજવામાં આવે છે. 2025ના સંદર્ભમાં આ ક્લાઈમેટ ચેન્જના વધતાં પ્રભાવ તરીકે પ્રતીત થાય છે. એટલું જ નહીં વિજ્ઞાની પણ વધતાં સમુદ્રના સ્તર, બરફનું ઝડપથી ઓગળવું અને હવામાનમાં ઝડપથી થઈ રહેલા ફેરફારને લઈને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. જંગલોમાં આગ લાગવી, દુકાળ પડવો કે પછી વિનાશકારી પૂર વગેરે બાબતો નાસ્ત્રેદમસ પોતાના પુસ્તકમાં લખી ચૂક્યા છે. દરમિયાન ભૂકંપ આવવો કે પછી અચાનક ખૂબ વધુ વરસાદ પડવો કે પછી ગરમીનું ખૂબ વધી જવું આ પ્રકારની કુદરતી આપત્તિઓનો સંકેત આપતાં. 

2025 માટે મોટી ભવિષ્યવાણીઓ

વર્ષ 2025માં વિશ્વમાં ભૌગોલિક રાજકીય તણાવ રહેશે. સુદાનમાં દુષ્કાળ, મર્યાદિત સહાય અને મોટા પાયે વિસ્થાપન જેવું માનવીય સંકટ રહેશે. સીરિયામાં બશર અલ-અસદના પતન બાદ અનિશ્ચિત સંક્રમણ રહેશે. વિશ્વના સૌથી શક્તિશાળી લોકતંત્ર એટલે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ.

આ પણ વાંચો: આ મહાશિવરાત્રિ બાદ અસ્ત થશે શનિ: કર્ક-કુંભ સહિત 4 રાશિના જાતકોની વધશે મુશ્કેલી

બાબા વેંગાની ભવિષ્યવાણી

બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને અમુક ભવિષ્યવાણીઓ કરી હતી, જેની ચર્ચા અત્યારે ઝડપી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર યુરોપમાં એક વિનાશકારી યુદ્ધની શરૂઆત થશે. જેના પરિણામસ્વરૂપ મહાદ્વીપની મોટાભાગની વસતી નષ્ટ થઈ જશે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓને સાચી માનીએ તો 2025માં રશિયા સંપૂર્ણ દુનિયા પર રાજ કરશે. રશિયા-યુક્રેનની વચ્ચે ચાલુ સંઘર્ષની વચ્ચે આ પ્રકારની શક્યતાઓને અસ્થિર માનવામાં આવી રહી છે. તેમણે 2025માં ઘણી વિનાશકારી કુદરતી આપત્તિઓની પણ ભવિષ્યવાણી કરી છે જે અનુસાર અમેરિકાના પશ્ચિમી કિનારે ભૂકંપ આવશે અને ઘણી નિષ્ક્રિય જ્વાળામુખીઓ ફાટવાની પણ શક્યતા છે.

કોણ છે નાસ્ત્રેદમસ

માઈકલ ડી નોસ્ટ્રેડેમને નાસ્ત્રેદમસના નામથી પણ ઓળખવામાં આવે છે. તે 16મી સદીના ફ્રાંસીસી જ્યોતિષ છે અને તેમની રહસ્યમય ભવિષ્યવાણીઓ સદીઓથી સાચી પડતી આવી રહી છે. 1555માં તેમણે લેસ પ્રોફેટીજ નામનું પુસ્તક લખ્યું હતું અને તેમાં ઘણા પ્રકારની ભવિષ્યવાણીઓ વિશે લખેલું છે. ઘણા લોકોનું માનવું છે કે આ છંદોએ નેપોલિયનનો ઉદય, વિશ્વ યુદ્ધો અને આધુનિક તકનીકમાં પ્રગતિ સહિત મુખ્ય વૈશ્વિક ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે.

કોણ છે બાબા વેંગા

બીજી તરફ આંખોથી જોવામાં અસક્ષમ બલ્ગેરિયન મહિલા બાબા વેંગાની પણ ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે. 9/11 હુમલો, રાજકુમારી ડાયનાનું મોત અને ચેરનોબિલ પરમાણુ આપત્તિ જેવી ઘણી ભવિષ્યવાણીઓ સાચી બની ચૂકી છે.

Tags :