સાપ્તાહિક રાશિફળ : મીન રાશિના જાતકોએ ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય, જાણો અન્ય લોકો માટે કેવું રહેશે આ સપ્તાહ
સાપ્તાહિક રાશિફળ : આજથી ડિસેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ (2 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ તે જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક માહિતી મૂજબ કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, અને કોઈ પણ જાતની ખટપટથી દુર રહેવું. તો મિથુન રાશિના જાતકોએ વાતચીતમાં ખૂબ જ કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. વૃષભ રાશિ માટે સારા પરિવર્તનના યોગ બની શકે છે. મીન રાશિના જાતકોએ ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય, તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ :
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે,તેમજ ઉત્સાહ સારો જોવા મળે.
વૃષભ રાશિ :
સારા પરિવર્તનના યોગ બની શકે છે, તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.
મિથુન રાશિ :
વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
કર્ક રાશિ:
તમારા કાર્યમાં તમને સારો ઉત્સાહ જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય તેવુ બને.
સિંહ રાશિ :
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે
કન્યા રાશિ:
તમારા કાર્યમાં તમે વધુ વ્યસ્ત રહો તેવું બની શકે છે, હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથી દુર રહેવું
તુલા રાશિ :
તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ :
તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે,જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે.
ધન રાશિ :
કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે
મકર રાશિ :
તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો યોગ્ય છે.
કુંભ રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે છે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે છે.
મીન રાશિ :
તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.