સાપ્તાહિક રાશિફળ : સિંહ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું, વૃશ્ચિક રાશિવાળાએ વાતચીત સમયે ઉગ્ર ન થવું, જાણો અન્ય લોકો માટે કેવું રહેશે આ સપ્તાહ
સાપ્તાહિક રાશિફળ : આજથી ડિસેમ્બર મહિનાનું ત્રીજુ સપ્તાહ (16 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ તે જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક રાશિ ભવિષ્ય પ્રમાણે માહિતી પ્રમાણે વૃષભ રાશિના જાતકોએ થોડી ધીરજ અને તકેદારી રાખવી તેમાં પણ વાતચીત કરવામાં કાળજી રાખવી જરુરી છે. તો મિથુન રાશિના જાતકોને માનસિક થાક રહે અથવા કામકાજમાં વિલંબ પણ થઈ શકે, તમારા કાર્યમાં તમને ઢીલાશ પણ જોવા મળી શકે છે. સિંહ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, તેમજ કોઈની સાથે ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી. તુલા રાશિના જાતકોએ દરેક કામ અને મુસાફરી કરવાની હોય તે બાબત વધુ ગણતરી કરવી હિતાવહ છે, આ સાથે તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ:
પરિવારનું અગત્યનું કામ તમારા પ્રયત્ન વડે થાય તેવા યોગ જોવા મળે, તમારામાં સારા પરિવર્તનના યોગ બની શકે છે અને આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય તેવુ બને.
વૃષભ રાશિ :
રઘવાટ અને ઉતાવળ વધુ રહે માટે થોડી ધીરજ અને તકેદારી રાખવી તેમાં પણ વાતચીત કરવાંમાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ જોવા મળે.
મિથુન રાશિ :
બિન જરૂરી વિચારો વધુ આવે તે અંગે માનસિક થાક રહે કે કામકાજ માં વિલંબ પણ થઈ શકે, તમારા કાર્યમાં તમને ઢીલાશ પણ જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ મળે તેવી ઈચ્છા જાગી શકે છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિ માં પણ સમય પસાર થાય કે નાણાં નો પણ ખોટો ખર્ચ થઈ શકે,
કર્ક રાશિ :
સારી લાગણી જાગે તેવા જુના પરિચિત ને અચાનક મળવાના યોગ બને છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે, વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, કોઈ આયોજન હશે તો કાર્ય સફળતા ની સંભાવના પણ છે
સિંહ રાશિ:
કામકાજની વ્યસ્તતા દરમિયાન કોઈ અન્ય કાર્ય કરવાનું આવી જાય, જેથી તમારા કાર્યમાં તમે વધુ વ્યસ્તતા અને સમયનો વ્યય થાય તેવુ રહે, હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજ થી બચવું જરૂરી છે.
કન્યા રાશિ :
તમને ઈચ્છાઓ વધુ રહે, તમારું કોઈ નવીન કાર્ય થાય તે દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે કે ઘણા જુના પરિચિતને મળવાનું થઈ શકે છે.
તુલા રાશિ :
તમારા દરેક કામ અને મુસાફરી કરવાની હોય તે બાબત વધુ ગણતરી કરવી હિતાવહ છે, આ ઉપરાંત તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે.
વૃશ્ચિક રાશિ :
તમારી પસંદગીની કોઈ પરિચિત વ્યક્તિ સાથે અણધારી મુલાકાત થઈ શકે, તેમાં કંઈક જાણવાની જિજ્ઞાસા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે
ધન રાશિ :
તમારા સ્વભાવમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિ થી સમય પસાર કરવો.
મકર રાશિ:
તમારી ભાવના ઉમદા રહે, કાંઈક કાર્યની તમન્ના વધુ થાય, તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગી ની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.
કુંભ રાશિ:
કોઈ પણ કામકાજ અને તેની વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી, તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, કામના અંતે થાકની અસર વધુ દેખાય.
મીન રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ ઓછી દેખાય, તમારી વાણીમાં બિન જરૂરી શબ્દોનો પ્રભાવ રહે માટે તકેદારી રાખવી, કોઈ અગત્યની મુલાકાતમાં વિલંબ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ ઓછો જોવા મળે જેની સારી અસર તમારા વિચારો પર પણ પડે.