સાપ્તાહિક રાશિફળ : 12 રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ? જાણો એક ક્લિકથી
સાપ્તાહિક રાશિફળ : આજથી નવેમ્બર મહિનાનું ત્રીજું સપ્તાહ (18થી 24 નવેમ્બર) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહનું રાશી ભવિષ્ય કેવું હશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશીની સાપ્તાહિક માહિતી મૂજબ મેષ રાશિના જાતકોને આ સપ્તાહમાં જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે તો, મિથુન રાશિના જાતકોને ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે. તો સિંહ રાશિના જાતકોને જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ ( અ, લ, ઇ ) :
નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે, જુના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવું પણ બની શકે, આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
વૃષભ ( બ, વ, ઉ ) :
સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે. યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે, નસીબ સાથ આપતું જણાય.
મિથુન ( ક, છ, ધ ) :
ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જુના મતભેદ સુધારવાની તક મળે, જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.
કર્ક ( ડ, હ ) :
ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે, માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
સિંહ ( મ, ટ ) :
ધન વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કુટુંબમાં કોઈ અણબનાવ હોય તો તેમાં પણ સુધારો આવી શકે.
કન્યા ( પ, ઠ ણ ) :
મુસાફરીના યોગ બને છે, યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને. જુના મતભેદ ભૂલવાની તક મળે.
તુલા ( ર, ત ) :
લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રા નું આયોજન થઈ શકે, વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને, આર્થિક, કુટુંબીક બાબત સારું સુખ મળે, અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
વૃશ્ચિક ( ન, ય ) :
નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવા. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે.
ધન ( ભ, ફ, ધ, ઢ ) :
નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે. ખટપટથી દુર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશીના અનુભવો થાય.
મકર ( ખ, જ ) :
લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી કે શીખવાનું બને, તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.
કુંભ ( ગ, સ, શ ) :
જુના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે, અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે. નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય, મતભેદ સુધારવાની તક મળે ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.
મીન ( દ, ચ, ઝ, થ ) :
અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો, જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય. મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે કોઈ ધાર્મિક કાર્ય પણ થાય તેવા યોગ બને છે, જુના પરિચિતોને મળવાના ચાન્સ પણ વધુ જણાય છે.