Get The App

સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, મકર રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું, જાણો તમામ રાશિઓનું ફળ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, મકર રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું, જાણો તમામ રાશિઓનું ફળ 1 - image


સાપ્તાહિક રાશિફળ : આજથી નવા વર્ષના જાન્યુઆરી મહિનાનું પહેલું સપ્તાહ (06 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક રાશિ ભવિષ્ય પ્રમાણે મેષ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, તો તુલા રાશિના જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો. મકર રાશિવાળાએ વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.

મેષ રાશિ: 

તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ખોટા ખર્ચ પર અંકુશ રાખવો જરુરી છે.

વૃષભ રાશિ : 

તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે છે.

મિથુન રાશિ : 

ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

કર્ક રાશિ: 

લોકો સાથે મુલાકાત વધે તેમજ સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, મિલકત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

સિંહ રાશિ : 

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્ય ના વિચાર વધુ આવે.

કન્યા રાશિ: 

તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.

તુલા રાશિ :

વાતચીત કરવાંમાં કાળજી રાખવી, મજાકવૃત્તિ ન કરવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે

વૃશ્ચિક રાશિ: 

તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં ધીરજની જરૂર કહી શકાય, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.

ધન રાશિ: 

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગી ની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે. 

મકર રાશિ : 

તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે,થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કુંભ રાશિ : 

તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિ માં પણ સમય પસાર થાય

મીન રાશિ: 

વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે, નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.


Google NewsGoogle News