સાપ્તાહિક રાશિફળ: ત્રણ રાશિના જાતકોએ વાતચીત કરવામાં ધ્યાન રાખવું, કર્ક રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, જાણો અન્યોનું રાશિફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી એપ્રિલ મહિનાનું પાંચમુ સપ્તાહ (28 એપ્રિલથી 04 મે 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કુંભ રાશિના જાતકોએ કાર્યમાં ધીરજ રાખવી, વૃશ્ચિક રાશિના જાતકોને તેમની વાણી પર પ્રભાવ સારો રહે. સિંહ રાશિના જાતકો સામાજિક કાર્યમાં વધુ યોગદાન આપે તેવું પણ બની શકે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ:
વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
વૃષભ રાશિ :
કાર્યમાં ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, આરામની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતરપ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
મિથુન રાશિ :
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.
કર્ક રાશિ :
તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.
સિંહ રાશિ :
લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.
કન્યા રાશિ :
ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.
તુલા રાશિ :
લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, મિલકત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે,
વૃશ્ચિક રાશિ :
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્યના વિચાર વધુ આવે.
ધન રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં લાભ થાય પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.
મકર રાશિ :
વાતચીત કરવામાં કાળજી રાખવી, મજાક વૃત્તિ ન કરવી. જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
કુંભ રાશિ :
લોકો ને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, જેમાં ધીરજની જરૂર કહી શકાય, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિ થી સમય પસાર કરવો
મીન રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે.