હોળીના દિવસે આ 4 રાશિના જાતકો માટે બની રહ્યો છે ધન આગમન યોગ: પરિવાર પર કૃપા વરસાવશે માતા લક્ષ્મી
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 16 માર્ચ 2024 શનિવાર
ફાગણ પૂનમનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ જણાવાયુ છે. દર મહિનાની અંતિમ તિથિ પૂનમ હોય છે. પૂનમ તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવાથી જીવનમાં ક્યારેય રૂપિયાની તંગી રહેતી નથી અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે હોળીનો તહેવાર પણ છે. ફાગણ પૂનમ મેષ, કન્યા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે લકી રહેવાની છે.
મેષ રાશિ
ફાગણ પૂનમ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ પરિણામ લઈને આવશે. આ દરમિયાન આ રાશિના જાતકોને વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. એટલુ જ નહીં. આ દિવસે ધન લાભના યોગ બની રહ્યા છે. દરમિયાન કોઈ મોટો ધન લાભ થઈ શકે છે. આર્થિક ઉન્નતિથી મન ખુશ રહેશે. આ દિવસે તમે પોતાના બિઝનેસથી જોડાયેલા ઘણા મોટા કામ પણ કરી શકો છો. બિઝનેસનો કોઈ નવો પ્લાન બનાવી શકો છો. જે ભવિષ્યમાં લાભ પહોંચાડશે.
કન્યા રાશિ
ફાગણ પૂનમ કન્યા રાશિના લોકો માટે પણ શુભ ફળદાયી રહેશે. આ દિવસે લગ્ન જીવનમાં મીઠાશ આવશે અને પાર્ટનરની મદદ મળશે. પ્રેમ અને મદદ પ્રાપ્ત થશે. પૂનમના દિવસે ઘરે ખુશીઓનો માહોલ રહેશે. પરિજનો અને મિત્રો સાથે ખુલીને મળશો. સ્વયંને ખુશી મળશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને પૂનમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આ સમયે વેપારી વર્ગ નફો કમાવવામાં સફળ થશે. આ દરમિયાન કોઈ કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. જેનાથી મન પ્રસન્ન થશે. પૂનમના દિવસે તમારી આવક ખૂબ સારી રહેવાના યોગ બની રહ્યા છે. જે લોકોના હજુ સુધી લગ્ન થયા નથી. તેમને આ દિવસે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે લગ્નની વાત નક્કી થઈ શકે છે. ફાગણ મહિનામાં પરિજનોથી લાભ થશે.
ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ પૂનમ ધન રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની છે. જો કોઈ નવુ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસે કરી શકો છો. આ દિવસે નવા કામની શરૂઆત કરવાથી સફળતા મળશે. બિઝનેસ વાળા લોકો પોતાના કામનો વિસ્તાર કરી શકો છો. ધન લાભની સાથે યશ અને કીર્તિ પણ વધશે. આ સમયે નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.