ચાણક્ય નીતિ પ્રમાણે સૂઈ રહેલા આ 7 લોકોને તાત્કાલિક ઉઠાડી દેવા, જાણો કોણ છે આ લોકો
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર
ચાણક્યની નીતિ વિશ્વમાં પ્રસિદ્ધ છે જે વ્યક્તિ ચાણક્યની નીતિને સમજીને પોતાના જીવનમાં ઉતારી દે છે. તેને નિષ્ફળતા મળતી નથી. આ જ કારણ છે કે આજે પણ ચાણક્યની નીતિને લોકો શિરોધાર્ય કરે છે. ચાણક્યએ શ્લોકના માધ્યમથી કહ્યુ છે કે સાત સૂતેલા વ્યક્તિને તાત્કાલિક જગાડી દેવા જોઈએ, કેમ કે આવુ કરવાથી સૂતેલા વ્યક્તિનું ભલુ થઈ શકે છે.
ઉપરોક્ત શ્લોકના માધ્યમથી ચાણક્યએ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સાત લોકો જ્યારે સૂઈ રહ્યા હોય તો જગાડી દેવા જોઈએ. જોકે આ શ્લોકના માધ્યમથી ચાણક્યના કહેવાનો ભાવ એ ક્યારેય ન કરવો કે મધ્યરાત્રિમાં પણ જગાડી દો. ચાણક્યના કહેવાનો ભાવ છે કે જ્યારે આ સાત પ્રકારના લોકો પોતાના કર્તવ્ય પ્રત્યે અસાવધાન હોય તો તેમને કંઈ પણ વિચાર કર્યા વિના જગાડી દેવા જોઈએ એટલે કે જ્યારે આ સાત લોકોએ સૂવુ જોઈએ નહીં ત્યારે જો આ લોકો સૂઈ રહ્યા હોય તો તેમને જગાડવામાં સંકોચ કરવો જોઈએ નહીં.
કયા છે આ સાત લોકો
વિદ્યાર્થી
ચાણક્ય કહે છે કે વિદ્યાર્થી જો અભ્યાસ દરમિયાન સૂતેલા નજર આવે તો તેને તાત્કાલિક જગાડી દેવા જોઈએ. એવુ એટલા માટે કેમ કે વિદ્યાર્થી જો ભણવાના સમયમાં સૂઈ જાય તો તેઓ વિદ્યા મેળવવાથી વંચિત રહી જશે. દરમિયાન તેમને સૂતા જોઈને અવગણવુ જોઈએ નહીં.
સેવક
જે કોઈની સેવામાં છે અને તે દરમિયાન તે સૂઈ રહ્યુ હોય તો તાત્કાલિક જગાડી દેવા જોઈએ. જો કોઈ પોતાના કર્તવ્યને ભૂલીને આવુ કરી રહ્યા હોય તો તેને જગાડવામાં સહેજ પણ મોડુ કરવુ જોઈએ નહીં કેમ કે જો તે પોતાના કાર્ય દરમિયાન સૂઈ જશે તો ખૂબ નુકસાન વેઠવુ પડી શકે છે.
પથિક (યાત્રી)
શ્લોકના માધ્યમથી ચાણક્ય વધુમાં કહે છે કે જો પથિક (યાત્રી) છે અને તે પોતાની યાત્રાના સમયમાં સૂઈ રહ્યુ છે તો જગાડી દેવુ જોઈએ કેમ કે ઘણી વખત એવુ જોવામાં આવે છે કે રેલવે સ્ટેશન પર ઘણા લોકો સૂઈ જાય છે, પરિણામસ્વરૂપ તેમની ટ્રેન છુટી જાય છે કે તેમનો સામાન ચોરી થઈ જાય છે. તેથી પથિક જો સૂઈ રહ્યા હોય તો તેને તાત્કાલિક જગાડી દેવા જોઈએ કેમ કે શક્યતા છે કે તમારા આ કાર્યથી તે પોતાની મંજિલ સુધી સમયસર પહોંચી શકે.
ક્ષુદાર્થી
ક્ષુદાર્થી એટલે કે જે ભૂખથી પીડિત થઈને સૂઈ જાય તો તેને જગાડી દેવો જોઈએ. આમ તો ભૂખથી પીડિતને ઊંઘ આવતી નથી પછી પણ જો તે અમુક કારણોસર રડતો સૂઈ જાયતો તેને ન માત્ર જગાડવો જોઈએ પરંતુ તેને ભોજન પણ આપવુ જોઈએ જેથી તેની ભૂખ શાંત થઈ જાય.
ભયકાતર
ભયકાતર ( જે ઊંઘમાં સપનુ જોવાના ક્રમમાં ડરી જાય) ને પણ જગાડી દેવા જોઈએ કેમ ભયકાતરને જગાડી દેવાથી તેનો ડર ખતમ થઈ જશે.
ભંડારી
ભંડારી સુરક્ષા દરમિયાન સૂઈ જાય તો અપ્રિય ઘટના થઈ શકે છે. ચાણક્ય કહે છે કે પછી ભલે ભંડાર અન્ન, ધન કે અન્ય કોઈ અન્ય વસ્તુનો જ કેમ ન હોય.
સુરક્ષા કર્મચારી
ચાણક્ય નીતિ કહે છે કે પ્રતિહારી (દ્વાર પાળ એટલે કે ગાર્ડ, સુરક્ષા કર્મચારી) જો સૂઈ રહ્યો હોય તો તેને તાત્કાલિક જગાડી દેવા જોઈએ કેમ કે જો દ્વારપાળ સૂઈ જાય તો ચોરી થઈ શકે છે કે સુરક્ષામાં મોટી ચૂક થઈ શકે છે. સાથે જ તેની નોકરી પણ જઈ શકે છે. દરમિયાન ચાણક્ય કહે છે કે જે આ રીતે સૂઈ ગયેલા જગાડે તે તેનો શુભચિંતક કહેવાશે.