વૃશ્ચિક (ન.ય.) : સંતાન પ્રાપ્તિનો યોગ, ધંધામાં શનિની પનોતી નડશે! ખેડૂતો માટે પણ ચિંતાજનક રહેશે નવું વર્ષ
- આપને સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ ચિંતા રહે. નાની-મોટી કોઈને કોઈ બીમારીના લીધે ખર્ચમાં વધારો જણાય.
- વર્ષારંભે સોનાના પાયે ચાલી રહેલી શનિની પનોતી આપને મુશ્કેલી-ચિંતા રખાવે તો ગુરૂ-રાહુનું ભ્રમણ આપને સહાયરૂપ બની રહે.
સંવત-૨૦૮૧નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહે. વર્ષના પ્રારંભમાં શનિની અઢી વર્ષની નાની પનોતી સોનાના પાયે છે. જે ફાગણ વદ અમાસ તા.૨૯/૩/૨૦૨૫ સુધી રહેશે. તે આપના માટે કષ્ટદાયી રહે. જો કે ગુરૂ-રાહુનું પરિભ્રમણ સાનુકૂળતાવાળું હોવાથી આપને થોડી રાહત રહે પરંતુ વર્ષની મધ્યથી ગુરૂ તેમજ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં આપને મુશ્કેલી રહે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારી દ્રષ્ટિએ આપે વર્ષ દરમ્યાન સંભાળવું પડે. વર્ષારંભે શનિની પનોતીના લીધે આપને કષ્ટ-પીડા રહે. હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે. મોં-દાંત-જડબામાં, પેઢામાં, ગળામાં, ગરદનમાં-માથામાં દર્દ-પીડા જણાય. છાતીમાં દુઃખાવો, ગભરામણ શ્વાસ લેવામાં તકલીફ, મૂંઝાશે અનુભવાય તો તુરંત દાક્તરની સલાહ લેવી. પીઠમાં પીડા રહે.
વૈશાખ વદ ત્રીજ તા.૧૪/૫/૨૦૨૫થી ગુરૂ તેમજ વૈશાખ વદ-છઠ તા.૧૮/૫/૨૦૨૫ થી રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં આપે સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. આપ આઠમા ગુરૂ અને ચોથા રાહુના બંધનમાં મૂકાશો. તેથી બેદરકારી વિષયક બાબતોમાં આપે સહેજ પણ બેદરકારી રાખવી નહીં. પેટ-પેઢુની, ગુદાભાગની, ગુપ્તભાગની, પગની તકલીફ અનુભવાય આંખોમાં દર્દ-પીડા રહે. તે સિવાય છાતીમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. જૂની બીમારી, વારસાગત બીમારીમાં વધારો થાય જેમને ડાયાબીટીસ, બી.પી., કોલેસ્ટરોલની તકલીફ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે કે પથારીવશ ના થઈ જાવ તેની તકેદારી રાખવી પડે.
તા.૨૧/૧/૨૫ થી ૨/૪/૨૫ દરમ્યાન પડવા-વાગવાથી, મચકોડ-ફ્રેક્ચરથી, અગ્નિ-ઈલેક્ટ્રીકથી દાઝવાથી સંભાળવું પડે. માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. બી.પી. ની તકલીફ હોય તેમણે લોહીનું દબાણ વધી જતાં બ્રેઈન હેમરેજ, પડી જવાથી માથામાં ઈજા ન થાય તેની કાળજી રાખવી પડે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રાંરભમાં ગુરૂની સાનુકૂળતા રહેવાથી આવક થાય. જૂની ઉઘરાણી છૂટી થાય. આવકમાં વધારો જણાય. નોકરીથી સાથે અન્ય કામ કરવાથી આવક વધે. ફીક્સ ડીપોઝીટ વીમો પાકવાથી નાંણા છૂટા થાય. ધંધામાં આકસ્મિક-ઘરાકીથી આવક થાય. બચત થઈ શકે.પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ તેમજ રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને નાંણાકીય મુશ્કેલી સતાવે. કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. ખોટા ખર્ચાઓને લીધે નાંણાનો વ્યય થાય. માતૃ-પિતૃપક્ષે બીમારીનું આવરણ આવી જવાથી ખર્ચ જણાય. આપનું સ્વાસ્થ્ય બગડતાં પણ આપને ખર્ચ રહે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને વારંવાર ખર્ચ આવ્યા કરે.૧૪ મે સુધીના સમયમાં નાંણાકીય સુખ-સમૃધ્ધિમાં વધારો થાય. કુટુંબ-પરિવારની આવકમાં પણ વધારો થતાં આપને રાહત-આનંદ રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપની કે કુટુંબ-પરિવારના સભ્યની આવક બંધ થતાં આપને મુશ્કેલી અનુભવાય ગુરૂ-રાહુની પ્રતિકૂળતાને લીધે આવકમાં ઘટાડો જણાય અને ખર્ચ વધતાં જાય. સંતાન અંગે ખર્ચ જણાય.
તા.૨૬/૭/૨૫ થી ૨૦/૮/૨૫ દરમ્યાન પત્નીના આરોગ્ય અંગે ચિંતા-ખર્ચ જણાય તે સિવાય કોર્ટ-કચેરીના કાર્યમાં ખર્ચ રહે. તા.૨૮ ડીસેમ્બરથી તા.૨૭ જાન્યુઆરી સુધી આપને માતૃ-પિતૃપક્ષે ખર્ચનું આવરણ આવી જાય. તા.૨૧ જાન્યુઆરી થી ૨ એપ્રીલ દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ ચિંતા રહે. નાની-મોટી કોઈને કોઈ બીમારીના લીધે ખર્ચમાં વધારો જણાય. અકસ્માતથી વાહનને નુકશાન થતાં તેનો ખર્ચ આવે.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ મધ્યમ રહે. માતા-પિતાના આરોગ્યની આયુષ્યની ચિંતા આપને રહે. પરંતુ ગુરુની સાનુકૂળતાથી રાહત રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. સંતાનના કાર્યનો ઉકેલ આવતો જાય. તેની પ્રગતિથી આનંદ થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ-રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા સતાવ્યા કરે. સંતાનના પ્રશ્ને આપની મુશ્કેલી-ખર્ચમાં વધારો થાય. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્ને કુટુંબ-પરિવારમાં કલેહ-કંકાસનું વાતાવરણ ઉભું થાય. આપને શું કરવું ? તેની સૂઝ પડે નહીં. સંતાન સાથે મનમોટાવ થતાં આપની ચિંતા-પરેશાની-મુશ્કેલીમાં વધારો થાગ. ધીરજ અને શાંતિ રાખવા.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૮૧નો પ્રારંભ આપના માટે મધ્યમ રહે. શનિની પ્રતિકૂળતા આપને નોકરીમાં રૂકાવટ-વિલંબ રખાવડાવે તો ગુરૂની સાનુકૂળતા આપના કાર્યમાં સરળતા રખાવે. આપનાં કેટલાક અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત થતી જાય. નોકરીની સાથે અન્ય કામ કરતાં હોવ તો તેમાં લાભ-ફાયદો મળી રહે. પરંતુ સહકાર્યકર વર્ગ - નોકર-ચાકરવર્ગની તકલીફ અનુભવાય. આપના યશ-પદ-ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે.પરંતુ વર્ષની મધ્યથી આપને પ્રતિકૂળતા રહ્યા કરે. રાહુ-ગુરૂનું પરિભ્રમણ નબળું થતાં આપને મુશ્કેલીનો સામનો કરવો પડે. આપના કાર્ય થતાં-થતાં અટકી પડે. આપના ગણત્રી-ધારણા પ્રમાણે ના કામ થઈ શકે નહીં ? મહત્વના નિર્ણય લેવામાં આપે સહેજ પણ ઉતાવળ કરવી નહીં.
ચોથા રાહુના બંધનના લીધે નોકરીમાં આપને ફસાઈ ગયા છો. બંધનમાં આવી ગયા છો તેવો અહેસાસ થયા કરે. નોકરી છોડી દેવાના વિચાર આવે પરંતુ કોઈપણ સંજોગોમાં રાજીનામું આપવું નહીં. મિત્રવર્ગને ત્યાં નોકરી કરતાં હોવ તો મિત્ર સાથે વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય.
ગુરૂની પ્રતિકૂળતાને લીધી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓના લીધે આપે વારંવાર કે લાંબી રજાઓ લેવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નો-ઘટનાને લીધે પણ આપે રજાઓ લેવી પડે. જેના લીધે વારંવાર આપના કાર્યમાં અડચણ આવ્યા કરે અને આપનું કામ સમયસર પૂર્ણ કરી શકો નહીં. અન્યની ભૂલના લીધે આપે ઠપકાના ભોગ બનવું પડે. નાણાંકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે-વિશેષ સાવધાની રાખવી. કોઈના ભરોસે રહેવું નહીં. કામકાજમાં કે ગણતરીમાં ભૂલ થવાને લીધે નાંણા જોડવાનો સમય ના આવે તેની તકેદારી રાખવી પડે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ સંવત-૨૦૮૧ આપના માટે મધ્યમ રહે. વર્ષારંભે શનિની પનોતી આપના માટે કષ્ટદાયી રહે. કામમાં રૂકાવટ વિલંબ રખાવડાવે. પરંતુ ગુરૂ-રાહુની સાનુકૂળતા રહેવાને લીધે આપને રાહત જણાય. આપના કેટલાક અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો. આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામ, સસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. પરદેશના કામ થાય. પુખ્ત વયના સંતાનો આપની સાથે પેઢી પર કે દુકાને -કારખાને બેસતાં આપને રાહત જણાય. જો કે લોખંડના કામમાં, કેમીલકના કામમાં, કમ્પ્યૂટરના કામમાં, આર્કિટેક્ચર તરીકેના કાર્યમાં આપને મુશ્કેલી અનુભવાય. ફાગણ વદ અમાસથી શનિનું પરિભ્રમણ સાનુકૂળ થાય છે. પનોતી પુર્ણ થાય છે તેથી રાહત થતી જાય. પરંતુ વૈશાખ વદ-બીજથી ગુરૂ અને વૈશાખ વદ-છઠથી રાહુ નબળો થતાં ધંધામાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આપના ગણત્રી-ધારણા અવળી પડતાં ઉચાટ-ઉદ્વેગ અનુભવો. ઘરાકી અટકી જવાથી, બંધ થવાથી ઓર્ડર કેન્સલ થવાથી આપની ઉંઘ હરામ થઈ જાય. જો કે દિવાળી પહેલાં ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને રાહત આકસ્મિક ઘરાકી જણાય. આવક થાય. લાભ. ફાયદો રહે.
તા.૧૨/૨/૨૫ થી ૧૪/૨/૨૫ દરમ્યાન કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. જેઠ વદ ચોથથી અષાઢ વદ-છઠ સુધી આપને આરોગ્ય વિષયક તકલીફના લીધે ધંધામાં ધ્યાન આપવામાં તકલીફ રહે. આસો માસમાં નાણાંકીય નુકશાનીથી સંભાળવું પડે. માલનો ભરાવો કરવો નહીં. જરૂર પુરતો માલ લાવી ધંધો કરવો.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે વિક્રમ-સંવત-૨૦૮૧નું વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે અભ્યાસમાં સાનુકૂળતા મળી રહે. મહેનતના પ્રમાણેમાં પરિણામ જણાય. પરંતુ મિત્રવર્ગની ચિંતા રહે. પરંતુ વર્ષની મધ્યથી આપના માટે સમય પ્રતિકૂળ રહે. પરીક્ષા સંમયે બીમારી-અકસ્માતથી સંભાળવું પઠે. પરીક્ષામાં નાપાસ થવાના લીધે પરીક્ષા ન આપી શકવાને લીધે વર્ષ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. મિત્રવર્ગના ભરોસે રહેવું નહીં. મિત્રવર્ગ તરફથી દગો-વિશ્વાસઘાત થાય ક. મિત્રવર્ગની ચિંતા ના લીધે અભ્યાસંમા મન લાગે નહીં. તા.૨૧ જાન્યુઆરીથી તા.૨ એપ્રિલ દરમ્યાન આપે પડવા-વાગવાથી - ફ્રેક્ચર- મચકોડથી-અકસ્માતથી સંભાળવું પડે. તેના લીધે આપને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે અભ્યાસક્રમમાં કાળજી રાખવી પડે. કારકીર્દીના વર્ષમાં હોય તેમણે વર્ષારંભથી જ મહેનતની શરૂઆત કરી દેવી.
ખેડૂતવર્ગ
સંવત-૨૦૮૧નું આ વર્ષ ખેડૂત વર્ગ માટે ચિંતા-પરિતાપનું રહે. વર્ષારંભે શનિનું નબળું પરિભ્રમણ કામકાં, ખેતીમાં મુશ્કેલી રખાવે. બીયારણ-ખાતરથી તકલીફ જણાય જો કે ગુરૂની સાનુકૂળતાને લીધે આપનું કામ નીકળી જાય ખરું. પાક થાય ખરો. જોઈએ તેવો પાક ના ઉતરે તેવું બને. પરંતુ વર્ષની મધ્યથી રાહુ તેમજ ગુરૂની પ્રતિકૂળતાને લીધે આપને મુશ્કેલી જણાય. ખેતીની સાથે અન્ય કામ કે નોકરી કરનારની મુશ્કેલીમં વધારો થાય. ખેતી સાથે સરકારી નોકરીમાં હોય તેમણે ખાતાકીય તપાસથી સંભાળવું પડે. ખેતરમં કામ કરતાં ઝેરી જીવજંતુ, સર્પ વગેરેના કરડવાથી આપે સંભાળવું પડે. તે સિવાય ગરમીમાં કામ કરવાના લીધે આપના સ્વાસ્થ્ય પર અસર જણાય. ટ્રેક્ટર કે અન્ય સાધન ચલાવવામાં આપે ધ્યાન રાખવુ ંપડે. કુટુંબ-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. રૂકાવટ-વિલંબ જણાય.
ઉપસંહાર
ટૂંકમાં વિક્રમ સંવત-૨૦૮૧નું આ વર્ષ આપના માટે આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે સોનાના પાયે ચાલી રહેલી શનિની પનોતી આપને મુશ્કેલી-ચિંતા રખાવે તો ગુરૂ-રાહુનું ભ્રમણ આપને સહાયરૂપ બની રહે. વર્ષાન્તે ગુરૂ-રાહુનું પરિભ્રમણ આપને કામમાં રૂકાવટ-વિલંબ રખાવડાવે તો શનિનું પરિભ્રમણ સુધરતાં તે આપને થોડી રાહત રખાવે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમગ્ર વર્ષ દરમ્યાન આપે સંભાળ રાખવી પડે. આપની બેદરકારી-લાપરવાહીના લીધે સ્વાસ્થ્યને વધુ હાનિ ન પહોંચે તેની આપે તકેદારી રાખવી પડે. નાંણાકીય દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ થોડો સારો રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપે નાંણાકીય આયોજનમાં આપે સંભાળવું પડે. ખોટા -આમસ્મિક ર્ચાઓના લીધે નાંણાભીડ અનુભવાય કૌટુંબિક-પારિવારીક ચિંતા રહે.
સ્ત્રી વર્ગ
સ્ત્રીવર્ગ માટે સંવત-૨૦૮૧નું વર્ષ ઠીક રહે. વર્ષ દરમ્યાન આપે આરોગ્ય સુખાકારીની બાબતમાં ખૂબ જ કાળજી રાખવી પડે. નોકરી-ધંધાની સાથે ઘર-પરિવારની જવાબદારી સંભાળવામાં મુશ્કેલી પડે. વર્ષ પસાર થતું જાય તેમ આપના રૂકાવટ-મુશ્કેલીમાં વધારો થતો જાય. કૌટુંબિક પારિવારીક-સામાજિક-વ્યવહારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ-દોડધામ રહ્યા કરે. સંતાનના પ્રશ્ને આપની ચિંતામાં વધારો થાય. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. પતિ-સંતાનના આરોગ્ય અંગે, માતા-પિતાના આરોગ્ય -આયુષ્ય અંગે આપને ચિંતા રહ્યા કરે. આ બધાની ચિંતામાં તેમજ કામના ભારણ - દબાણના લીધે આપ તણાવ અનુભવો. આપના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર અસર જણાય. આકસ્મિક ખર્ચાઓના લીધે નાંણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક પારિવારીક-સામાજિક વ્યવહારો કેવી રીતે ચલાવવા તેની મૂંઝવણ રહ્યા કરે. નાંણાકીય રોકાણની બાબતમાં આંધળો વિશ્વાસ કરવો નહીં.