Get The App

કન્યા : ઘર, મકાન અને જમીન ખરીદવા માટે આ વર્ષે પ્રબળ યોગ બને છે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
કન્યા : ઘર, મકાન અને જમીન ખરીદવા માટે આ વર્ષે પ્રબળ યોગ બને છે 1 - image


23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર 

પ્રેમલગ્ન કરવા ઈચ્છતા કન્યા રાશિના જાતકોને ઓક્ટોબર મહિના પછી અનુકૂળતા રહેશે. જો પરિવાર સામે યોગ્ય રજૂઆત કરવામાં આવે તો પ્રેમલગ્ન માટે સંમતિ મળી જાય.

ક્રાંતિવૃતના ૧૫૦થી ૧૮૦ અંશ સુધીના ભાગમાં કન્યા રાશિ આવે છે. ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્ર નક્ષત્રનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિનું ચિન્હ વીણા અગ્નિપાત્ર હાથમાં લઈને નાવમાં બેઠેલી કન્યા છે. આ પૃથ્વી તત્વની રાશિ છે. સ્વભાવે સૌમ્ય છે. રાશિનું અધિપતિ ગ્રહ બુધ છે. તેથી આ રાશિના જાતકો શરમાળ, સંકુચિત મગજના અને ક્યારેક રૂઢિચુસ્ત હોય છે. તેમનામાં બુદ્ધિ અને લાગણી બંનેનો સમન્વય જોવા મળે છે. અલગ અલગ વિષય-શાો જાણવાની અને શીખવામાં આ જાતકોને ઘણી રુચિ હોય છે. 

દરેક બાબતને તેઓ તર્ક અને બુદ્ધિથી ચકાસીને પછી જ સ્વીકારે છે. આ જાતકને સંપૂર્ણ રીતે ઓળખવા ખૂબ અઘરા છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલાં પૂરેપૂરી ચકાસણી અને વિચાર કર્યા પછી જ તેઓ આગળ વધતા હોય છે. તેઓ ઉતાવળિયો નિર્ણય કરતા નથી દરેક બાબતમાં બુદ્ધિનો વિચાર કરીને જ કાર્ય કરવાનું પસંદ કરે છે. આ જાતકો જે બોલે છે. તેનો ખરેખરો અર્થ શું થાય છે. તે સમજવું અઘરું હોય છે. રાજનીતિ તમને ખૂબ પસંદ છે. પ્રેમ કરે તો પણ તેમાં ક્યાંકને ક્યાંક શરત જોવા મળે છે.

શરીર, મન, સ્વાસ્થ્ય

કન્યા રાશિના જાતકોને ૨૦૨૫ દરમિયાન શારીરિક તેમજ માનસિક રીતે સંઘર્ષ નો સામનો કરવો પડે. જૂની બીમારી ફરીથી લાગુ પડે તેવા યોગ છે. જૂની બીમારીનો લાંબા સમયથી ઉપાય ન મળતો હોય તો આયુર્વેદિક ઉપાય કરવાનો પ્રયત્ન કરવાથી રોગ સામે ટકી રહેવાની તાકાત આપને મળી રહે. ઘરમાં સાથે રહેતી માતાની તબિયતની  કાળજી રાખવી જરૂરી છે. માતાની ટ્રીટમેન્ટ માટે યોગ્ય સમયે યોગ્ય દવામાં ખર્ચ કરવો પડશે. 

મારું ઘર મારું પરિવાર 

૨૦૨૫ દરમિયાન સાતમા ભવમાંથી પસાર થતા શનિ મહારાજ જ્યારે દસમી દ્રષ્ટિથી ચોથા સ્થાનને જોશે ત્યારે તે સમય પરિવાર માટે થોડો સંઘર્ષમય સાબિત થશે, પરિવારના સભ્યો પાછળ ખર્ચ કરવો પડે. જે જાતકોના પરિવારજનો લાંબી મુસાફરી કરવાનું આયોજન કરતા હોય કે પરદેશ જવાની ઈચ્છા રાખતા હોય તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી ખૂબ જરૂરી છે. ફુલ ફેમિલી પી.આર. લઈને જો પરદેશ જવાનું વિચારી રહ્યા હોય તો આ સમય દરમિયાન ફાઈલ મૂકતી વખતે પેપર વર્ક કરવામાં ખૂબ કાળજી રાખવી પડે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

કર્ક રાશિનો ગુરુ લગ્નના કામમાં આવેલાં વિઘ્નો દૂર કરે તેવા યોગ બને છે. પ્રેમલગ્ન કરવા ઈચ્છતા કન્યા રાશિના જાતકોને ઓક્ટોબર મહિના પછી અનુકૂળતા રહેશે. આ સમયગાળા દરમિયાન જો પરિવાર સામે યોગ્ય રજૂઆત કરવામાં આવે તો પ્રેમલગ્ન માટે સંમતિ મળી જાય અને કાર્ય સફળ થાય. ઓક્ટોબર-નવેમ્બર -ડિસેમ્બર આ ત્રણ મહિના ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરતો હોવાથી સંતાનપ્રાપ્તિ કરવા ઇચ્છતા આ રાશિનાં જાતકોની મનોકામના સાકાર થવી આસાન બને. 

ભણતર અને ગણતર 

કન્યા રાશિના જાતકો માટે અભ્યાસના યોગો ખૂબ સારા બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ વારંવાર આપવા છતાં પણ સફળતા ન મળી હોય તો કર્ક રાશિના ગુરુ મહારાજ તેમજ મિથુન રાશિમાં ભ્રમણ કરતા ગુરુ મહારાજ યોગ્ય સમયે યોગ્ય સફળતા આપે આવા યોગ બને છે.

નોકરી - ધંધો - કરીઅર 

નોકરીના પ્રયત્નો કરતાં હોવા છતાં પણ સફળતા મળતી ન હોય તેવા તેવા જાતકોને  મિથુન રાશિના ગુરુ મહારાજ નોકરીમાં સફળતા અપાવે. મે મહિના પછી નોકરી મેળવવાના યોગ પ્રબળ બને છે. કન્યા રાશિના જે જાતકો ધંધો કરતા હશે તેમને આ સમય દરમિયાન નવા ઓર્ડરો મળે તેમ જ બિઝનેસમાં વૃદ્ધિ થાય. ભાગીદારી સાથે સંકળાયેલા ધંધાધારી  જાતકોને ભાગ્યની બાબતમાં થોડી ચિંતા રહે. ભાગીદારો સાથેના સંબંધમાં ખટાશ ન આવે તેનું ધ્યાન રાખવું. 

પૈસા યે પૈસા 

મિથુન રાશિના ગુરુ મહારાજ કન્યા રાશિના જાતકોને ધનસ્થાન ઉપર પાંચમી દૃષ્ટિથી જોતા હોવાથી ૨૦૨૫ દરમિયાન આથક સંકળામણમાંથી બહાર નીકળવાના યોગ વધારે સારા બને છે. જે જાતકોનું કામકાજ કમિશન અને દલાલી સાથે સંકળાયેલું છે તેમને આ સમયે દરમિયાન વિશેષ કમાણી થાય તેમજ તેમના કામમાં વૃદ્ધિ થાય. મિથુન રાશિના ગુરુ મહારાજ સાતમી દ્રષ્ટિથી ચોથા સ્થાને જુએ છે માટે પરિવારમાંથી ક્યાંક ને ક્યાંક આથક લાભાલાભ જોઈ શકાય છે. 

વાહન અને જમીન  

મેથી ઓક્ટોબર મહિના સુધીનો મિથુન રાશિનો ગુરુ ચોથા સ્થાન પર દ્રષ્ટિ કરતો હોવાથી ઘર, મકાન અને જમીન ખરીદવાના યોગ પ્રબળ બને છે, પરંતુ શનિની ૧૦મી દ્રષ્ટિ ચોથા સ્થાન પર પડતી હોવાથી જૂનું ઘર રીસેલમાં ખરીદવાનો પ્રયત્ન કરશો તો વધારે સારી સફળતા મળશે. જમીન હોય, મકાન હોય કે વાહન -  જો યોગ્ય બજેટ ધ્યાનમાં લઈને કાર્ય કરશો તો મિથુન રાશિના ગુરુ મહારાજ સફળતા અપાવશે જ.

નારી તું નારાયણી 

સૃષ્ટિમાં ભગવાને નારીની ઉત્પત્તિ ખાસ શુભ હેતુસર કરી છે. ૨૩ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન જન્મેલી કન્યા રાશિની બહેનો માટે ૨૦૨૫માં નાની મોટી મુસાફરીના યોગ બને છે. ઘર કે વાહન ખરીદવા ઈચ્છા રાખતી કન્યા રાશિની બહેનો માટે પણ ખૂબ સારા યોગ બને છે. સંતાન ઝંખતી બહેનોને સંતાનનું સુખ પ્રાપ્ત થાય. લગ્ન કરવા ઈચ્છુક બહેનોના રસ્તામાંથી અત્યાર સુધી આવેલાં વિઘ્નો દૂર થાય અને સફળતાની પ્રાપ્તિ થાય. નોકરી કરવા ઈચ્છનાર બહેનો માટે મે મહિનાથી લઈને ઓક્ટોબર મહિના સુધીનો સમય ખૂબ સારો છે પ્રયત્ન કરવાથી સફળતાની પ્રાપ્તિ થશે. 

વિશેષ ઉપાય 

છઠ્ઠા ભાવમાંથી પસાર થતા રાહુ મહારાજ, સાતમા સ્થાનમાંથી પસાર થતાં શનિ મહારાજ અને દસમા તેમજ ૧૧મા સ્થાનમાંથી પસાર થતા ગુરુ મહારાજ ૨૦૨૫ દરમિયાન શું ઉપાય કરવા તે સૂચવી જાય છે. શનિવારે શનિ મહારાજને સૂર્યાસ્ત પછી તેલ ચડાવવું. ધર્મગુરૂને પૂજન અર્ચન તેમજ જરૂરિયાત મુજબનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય.

અક્ષયકુમાર

૯ સપ્ટેમ્બર

AstroVirgo

Google NewsGoogle News