VIDEO: રામ મંદિરના ગર્ભગૃહમાં જોવા મળ્યું અદભુત દ્રશ્ય, વીડિયો થયો વાયરલ
રામલલાની મૂર્તિ બનાવનાર કલાકાર અરુણ યોગીરાજે ખૂદ તેમા ચમત્કારની પુષ્ટિ કરી હતી
ગર્ભગૃહની અંદર પક્ષીનું આવવું એક ચમત્કાર માનવામાં આવે છે
Image Twitter |
Ram Mandir Viral Video: અયોધ્યામાં 22 જાન્યુઆરીના પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પછી એવી કેટલીય વાતો સામે આવી, જે કોઈ ચમત્કારથી ઓછી નથી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની મૂર્તિમાં એક અલગ જ પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે.
રામલલાની મૂર્તિ બનાવનાર કલાકાર અરુણ યોગીરાજે ખૂદ મૂર્તિમાં ચમત્કારની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે, મેં જે મૂર્તિ બનાવી તે ગર્ભગૃહમાં ગયા પછી તેમાં ભાવ બદલાઈ ગયો અને આંખો બોલતી થઈ ગઈ. અરુણ યોગીરાજે કહ્યું કે, ગર્ભગૃહની બહાર મૂર્તિની છબિ અલગ હતી, પરંતુ મૂર્તિને જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો, તો તેની આભા જ બદલાઈ ગઈ હતી. જે મેં પોતે મહેસુસ કર્યું છે.
તેમનું કહેવું છે કે, મેં ગર્ભગૃહમાં મારી સાથે રહેલા લોકોને તેના વિશે વાત કરી હતી, કે આ કોઈ દૈવીય ચમત્કાર છે કે બીજુ કોઈ. પરંતુ મૂર્તિમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. હવે રામ મંદિર એવું થયુ કે જેને લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. હકીકતમાં ભગવાન રામના મંદિરના ગર્ભગૃહમાં એક પક્ષી અચાનક ક્યાંકથી આવી પહોચ્યું અને ભગવાન રામની મૂર્તિની પરીક્રમા કરવા માગ્યું હતું.
ગર્ભગૃહની અંદર પક્ષીનું આવવું લોકો ચમત્કાર માની રહ્યા છે
મંદિરના ગર્ભગૃહની અંદર પક્ષીનું આવવું એક ચમત્કાર માનવામાં આવે છે, આ ચમત્કારને ભક્તોએ પોતાની આંખે જોયો છે. લોકોનું માનવું છે આ પક્ષી બીજુ કોઈ નહીં, પરંતુ પક્ષીયોના રાજા ગરુડ દેવ છે. જે પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે આવ્યાં છે. લોકોએ આ નજારાને મોબાઈલમાં કેદ કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.