હિન્દુ નવ વર્ષ આ ત્રણ રાશિઓ માટે રહેશે શુભ, એક વર્ષ સુધી બની રહેશે શનિ અને મંગળની કૃપા

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
હિન્દુ નવ વર્ષ આ ત્રણ રાશિઓ માટે રહેશે શુભ, એક વર્ષ સુધી બની રહેશે શનિ અને મંગળની કૃપા 1 - image


Vikram Samvat 2081: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હિન્દુઓનું નવુંં વર્ષ 'વિક્રમ સંવત 2081' તા. 9 એપ્રિલ 2024થી શરુ થઈ ગયું છે. પૌરાણિક કથાઓ અનુસાર વિક્રમ સંવતની શરૂઆત ભારતીય સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. એટલે તેમના નામ પરથી વિક્રમ સંવત રાખવામાં આવ્યું. 'વિક્રમ સંવત 2081' તા. 9 એપ્રિલથી શરુ થઈ ગયુંં છે અને આ વર્ષનું નામ 'પિંગલ' છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર હિંદુઓના આ નવા વર્ષની શરૂઆત ભગવાન બ્રહ્માજી દ્વારા ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી કરવામાં આવી હતી. જ્યોતિષ શાસ્ત્રના મતે હિન્દુઓનું નવું વર્ષ વિક્રમ સંવત 2081નો રાજા મંગળ હશે અને મુખ્ય પ્રધાન શનિદેવ હશે. આ સાથે એવું માનવામાં આવે છે કે, શનિદેવ અને મંગળ દેવ આખા વર્ષ દરમિયાન કેટલીક રાશિઓ પર કૃપા વરસાવશે. તેમજ તેમને ખૂબ આર્થિક લાભ પણ મળશે. આવો જાણીએ કે આ કઈ રાશિઓને લાભ થવાનો છે. 

વિક્રમ સંવત 2081ની ભાગ્યશાળી રાશિઓ

મેષ રાશિ 

મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ અનુકૂળ રહેશે. વિક્રમ સંવત 2081માં મેષ રાશિના જાતકોને ખૂબ અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે. મેષ રાશિના લોકો પર શનિ અને મંગળ અપાર કૃપા બની રહેશે. તથા વેપાર- ધંધામાં મોટો લાભ જોવા મળે. તેમજ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે. વિવાહિત જીવન સુખમય- શાંતિમય રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો માટે આ વર્ષ ખૂબ જ લાભ આપનારું સાબિત થશે. વિક્રમ સંવત 2081નું આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે ઘણી રીતે ભેટ લઈને આવી રહ્યું છે. જે લોકો પાસે હાલમાં કોઈ નોકરી નથી તેવા લોકોને સારી નોકરી મળી શકે છે. તેમજ જે લોકો વેપાર- ધંધા સાથે જોડાયેલા છે તેઓને ધનલાભ થઈ શકે છે. સિંહ રાશિવાળા લોકો નવા વર્ષે નવી કાર તેમજ નવુંં ઘર ખરીદે તેવા યોગ બની રહ્યા છે. આગામી એક વર્ષ સુધી તમારું જીવન મોજ મસ્તીથઈ આનંદમાં પસાર થશે. 

ધનુ રાશિ

હિન્દુઓનું આ નવુંં વર્ષ વિક્રમ સંવત 2081 ધન રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ વર્ષે પૈસા કમાવવાની ઘણી તકો મળી રહેશે. આ સાથે સાથે પૈતૃક સંપત્તિમાંથી પણ આર્થિક ધન લાભ મળી શકે છે. જે લોકો રોકાણ કરતાં હોય છે તેમા તેમને સારું વળતર મળી શકે છે. તમારા ધંધા -ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે. ટૂંકમાં ધનુ રાશિના લોકો માટે નવુંં વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. 



Google NewsGoogle News