વિક્રમ સંવત ૨૦૮૦ : દેશ-દુનિયા અને પ્રજા માટે કેવું રહેશે નવું વર્ષ ?
વર્ષ દરમ્યાન ચૈત્ર તેમજ ભાદરવા માસમાં છત્રભંગ યોગ થાય છે. તેથી પ્રજામાં લોભનું પ્રમાણ વધે. રાજ્યો કે દેશની સરહદો માટે ખેંચતાણ સંઘર્ષ રહે યુદ્ધના મંડાણ થાય.
મા નવુર્ગા અને એકલીંગજી દાદાની કૃપા આશિર્વાદથી વિક્રમ સંવત ૨૦૮૦ રાક્ષસ નામ સંવત્સર, જૈનવીર સંવત્સર ૨૦પનો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૧૪-૧૧-૨૦૨૩ મંગળવારના રાજવી થાય છે. તેમજ શક સંવત ૧૯૯૬ સુધી નામ સંવત્સરનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ તા. ૯- ૪-૨૦૨૪ મંગળવારના રોજથી થાય છે. વર્ષ દરમ્યાનના પ્રયોગો અનુસાર આવનારું નવું વર્ષ દેશ-દુનિયા, રાજનેતાઓ, મનુષ્ય તથા ઇતર જાતિઓ માટે તેમજ રાજકીય દ્રષ્ટિએ, બજારો માટે કેવું રહેશે તે જોઇએ.
વર્ષનો પ્રારંભ મંગળવારથી
વિક્રમ સંવત ૨૦૮૦ રાક્ષસ સંવત્સરનો પ્રારંભ કારતક સુદ એકમ તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવારના રોજથી થાય છે. તેમજ શક સંવત કોષી સંવત્સરનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ તા. ૯-૪-૨૦૨૪ મંગળવારના રોજથી થાય છે. આમ વિક્રમ સંવત તેમજ શક સંવત પ્રમાણે વર્ષનો પ્રારંભ મંગળવારથી થતો હોવાથી વધ દરમ્યાન દેશ-દુનિયામાં ભયનું વાતાવરણ રહે. લોકો ક્રોધથી ગ્રસિત રહે, પ્રજામાં લોબનું પ્રમાણ વધે. દેશદુનિયામાં યુદ્ધ કે અન્ય કારણોસર અગ્નીની જ્વાળાઓ પ્રજ્વલિત રહે. પ્રજાનો નાશ થાય. રાજા અને પ્રજામાં બીમારીનું પ્રમાણ વધે. વિયોગની પીડા અનુભવાય. ચોરોમાં વ્યાકુળતાનું પ્રમાણ વધે. વરસાદ ઓછો થાય.
છત્રભંગ યોગ
વર્ષ દરમ્યાન ચૈત્ર તેમજ ભાદરવા માસમાં છત્રભંગ યોગ થાય છે. તેથી પ્રજાની પીડામાં વધારો થાય. દેશ દુનિયામાં મહત્ત્વના નેતાનું, સત્તાધીશ નેતાનું અંકાળે અવસાન થવાપી કે રાજપદ જવાથી અરાજકતાનું વાતાવરણ સર્જાય, અશાંતિનું વાતાવરણ રહે. રાજ્યો કે દેશની સરહદો માટે ખેંચતાણ સંઘર્ષ રહે. યુદ્ધના મંડાણ થાય. અગ્નિભય રહે. સામાન્ય પ્રજા પીસાય. મોંઘવારીમાં વધારો થાય. વૈશ્વિક સ્તરે રાજકારણમાં પરિવર્તન આવે. આસુરી શક્તિઓનો પ્રભાવ વધે.