ત્રણ દિવસ બાદ વિકટ સંકષ્ટી ચતુર્થી, જાણો પૂજા પદ્ધતિ અને વ્રતના રાખવાના ફાયદા
Vikata Sankashti Chaturthi 2024: વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે. વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું અનેરું મહત્વ છે. આ વર્ષે સંકષ્ટી ચતુર્થી વ્રત 27 એપ્રિલે છે. આ દિવસ વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત તરીકે ઓળખાય છે. આ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વિકટ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવે છે.
વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 27 એપ્રિલના રોજ સવારે 8.20 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 28 એપ્રિલના રોજ સવારે 8.20 વાગ્યે સમાપ્ત થશે.
આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાત્રે 10.30 વાગ્યાનો રહેશે. 28 એપ્રિલના રોજ સવારે 7:38 કલાકે ચંદ્રાસ્ત થશે.
વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત પૂજાનો શુભ સમય સવારે 07:22 થી 09:01 સુધીનો છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
- વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયનો સમય સવારે 5.45 કલાકે રહેશે.
- સૂર્યાસ્તનો સમય સાંજે 6.52 કલાકે રહેશે.
- આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 04.20 થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે.
- વિજય મુહૂર્તનો સમય બપોરે 2:32 થી 3:20 સુધીનો રહેશે.
- સંધિકાળ મુહૂર્તનો સમય સાંજે 6:55 થી 7:10 સુધીનો રહેશે.
- નિશિતા મુહૂર્ત મધ્યરાત્રિથી 12.40 સુધી રહેશે.
આ શુભ સમયમાં તમે ભગવાન ગણેશની પૂજા કરી શકો છો. વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરવામાં આવે છે. વિકટ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્ર ઉપાસનાનો સમય રાત્રે 10.23 સુધી છે. આ દિવસે ચંદ્રની પૂજા કર્યા વિના વ્રત અધૂરું રહે છે.
સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
- ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
- આ દિવસે વ્રત રાખવુ
- ભગવાન ગણપતિને ગંગાજળથી અભિષેક કરો.
- ભગવાન ગણેશને ફૂલ ચઢાવો.
- ભગવાન ગણેશને દુર્વા ઘાસ પણ અર્પણ કરો.
- ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો.
- ભગવાન ગણેશનું ધ્યાન કરો.
- તેમજ ભગવાન ગણેશને ભોજન અર્પણ કરો.