વિજયા એકાદશી 6 કે 7 માર્ચે ? જાણો તારીખ, પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
વિજયા એકાદશી 6 કે 7 માર્ચે ? જાણો તારીખ, પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત 1 - image


નવી મુંબઇ,તા. 4 માર્ચ 2024, સોમવાર 

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વિશેષ મહત્વ છે. ભક્તો આ દિવસે વ્રત – ઉપવાસ રાખે છે. આ એકાદશી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે.માન્યતાઓ અનુસાર, વિજયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

જાણો વિજયા એકાદશીનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને વ્રત તોડવાનો સમય 

શું બંને દિવસે વિજયા એકાદશી વ્રત રાખવામાં આવશે?

આ વર્ષે વિજયા એકાદશી 6 અને 7 માર્ચ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, એકાદશી તિથિ 6 માર્ચે સવારે 06:30 વાગ્યાથી શરૂ થશે, જે 7 માર્ચના રોજ સવારે 04:13 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

જ્યારે પણ એકાદશીનું વ્રત બે દિવસનું હોય છે, ત્યારે દુજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે. ભગવાન વિષ્ણુના ભક્તોને બંને દિવસે એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે.

6 માર્ચે વિજયા એકાદશીનું વ્રત ગૃહસ્થ લોકો રાખી શકે છે. તપસ્વીઓ અને મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતા ભક્તો 7મી માર્ચે એકાદશીનું વ્રત કરી શકે છે. 

વિજયા એકાદશીનું શુભ મુહૂર્ત

  • એકાદશી તિથિનો પ્રારંભ - 06 માર્ચ, 2024 સવારે 06:30 વાગ્યે
  • એકાદશી તિથિ સમાપ્ત - 07 માર્ચ, 2024 સવારે 04:13 વાગ્યે
  • 7 માર્ચે, પારણા (ઉપવાસનો) સમય - બપોરે 01:28 થી 03:49 PM
  • પારણ તિથિના રોજ હરિ વસર સમાપ્તિનો સમય - 09:30 AM, 7 માર્ચ
  • 8 માર્ચે પારણા (ઉપવાસ તોડવાનો) સમય - 06:23 AM થી 08:45 AM
  • પારણાના દિવસે (8 માર્ચ) દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઇ જશે. 

પૂજા વિધિ

  • સ્નાન કરીને મંદિરને સાફ કરો.
  • ભગવાન શ્રી હરિ વિષ્ણુનો જલાભિષેક કરો
  • ભગવાનનો પંચામૃત સાથે ગંગા જળથી અભિષેક કરો.
  • ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો.
  • મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો
  • જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો.
  • વિજયા એકાદશીના વ્રતની કથા વાંચો
  • ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો
  • પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની આરતી કરો.
  • ભગવાનને તુલસી સાથે ભોજન અર્પણ કરો.
  • અંતે ક્ષમા પ્રાર્થના કરો. 

Google NewsGoogle News