Shukra Gochar 2024: ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે શુક્ર ગ્રહ, આ 2 રાશિઓને થશે સર્વાધિક લાભ
Image Source: Freepik
અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને પ્રેમ, વિવાહ અને સુખના કારક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર શુક્ર દેવ 25થી 27 દિવસ સુધી એક રાશિમાં રહે છે. જે બાદ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. વર્તમાન સમયમાં સુખોના કારક શુક્ર દેવ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે અને ટૂંક સમયમાં જ રાશિ પરિવર્તન કરશે. તેનાથી રાશિ ચક્રની તમામ રાશિઓ પર ભાવ અનુસાર પ્રભાવ પડશે. જેમાં 2 રાશિઓને સર્વાધિક લાભ પ્રાપ્ત થશે.
શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન
જ્યોતિષ અનુસાર સુખોના કારક શુક્ર દેવ 18 જાન્યુઆરીએ રાતે 08.56 મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં શુક્ર દેવ 25 દિવસ સુધી રહેશે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 09 ફેબ્રુઆરીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જે બાદ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે.
કુંભ રાશિ
વર્તમાન સમયમાં કુંભ રાશિ પર સાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના જાતક માટે જાન્યુઆરીનો મહિનો ખૂબ શુભ રહેવાનો છે. આ મહિને શુક્ર દેવ તમારા આવકનો ભાવ દેખાડશે. તેનાથી તમને કરિયર અને વેપારમાં લાભ થઈ શકે છે. બગડેલા કામ બની શકે છે. શનિ દેવની કૃપા તમારી પર વરસી શકે છે. સાથે જ નવા કાર્યના શ્રીગણેશ મકર સંક્રાંતિ બાદ કરી શકાશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2024 ખૂબ શુભ રહેવાનું છે. વર્તમાન સમયમાં શુક્ર દેવ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. રાશિ પરિવર્તન બાદ ધન ભાવ દેખાશે. આ ભાવમાં શુક્રના રહેવાથી વૃશ્ચિક રાશિના જાતકોને જાન્યુઆરી મહિનામાં ધન લાભના યોગ છે. સાથે જ અકસ્માત ધન પણ પ્રાપ્ત થઈ શકે છે.