Get The App

10 વર્ષ બાદ થઈ શુક્ર અને કેતુની યુતિ, 3 રાશિઓને મળશે શુભ પરિણામ, જાણો કોને થશે નકારાત્મક અસર

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
10 વર્ષ બાદ થઈ શુક્ર અને કેતુની યુતિ, 3 રાશિઓને મળશે શુભ પરિણામ, જાણો કોને થશે નકારાત્મક અસર 1 - image


નવી મુંબઇ,તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 3 નવેમ્બર 2023 ના રોજ, શુભફલદાતા ગ્રહ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને કેતુ ત્યાં પહેલાથી જ વિરાજમાન હતો. આ રીતે કેતુ અને શુક્રનો સંયોગ કન્યા રાશિમાં થયો, ખાસ વાત એ છે કે આવી ઘટના 10 વર્ષ પછી બની છે. આ સાથે ત્રણ રાશિના જાતકોને અપાર આર્થિક લાભ અને સફળતા મળશે. તો જાણીએ તેની શું અસર રાશિઓ પર...

મેષ

શુક્ર કેતુના જોડાણને કારણે તમને જીવનમાં ભૌતિક સુખ અને આરામ મળશે. જો આ પહેલા તમે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો હવે તેમાંથી છૂટકારો મેળવવાનો સમય છે. ધંધા રોજગાર વાળાને આર્થિક ફાયદો થશે. આ સમયે તમને ધનલાભની તકો પણ મળશે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જે લોકો શેરબજાર કે સટ્ટાબજારમાં પૈસા રોકે છે તેમને આ સમયે બમણો નફો થવાની સંભાવના છે.  અગાઉ કોઈ રોકાણ કર્યું હોય તો તે રોકાણ હવે તમને સારો નફો આપી શકે છે.

સિંહ રાશિ

અચાનક પૈસા મળવાની સંભાવનાઓ દેકાઇ રહી છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સિવાય વ્યાપારીઓને પણ આ સમયે ઘણો નફો થશે અને આ સમય આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે. સમાજમાંમાન પ્રતિષ્ઠામા વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મિશ્રણ તમારા માટે સારું રહેશે. બીમારીઓથી તમે દુર રહેશો.

કન્યા રાશિ

કેતુ અને શુક્રની યુતિથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે.નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાની સંભાવનાઓ છે. 

આ સમયે, તમને કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે, જે તમને ખુશ કરશે. કેતુ શુક્ર સંયોગ તમારી આવકમાં વધારો કરશે અને તમે ઘણા બીજા સોર્સમાંથી પૈસા કમાવવામાં સફળ થશો. સ્વાસ્થ્ય માટે આ સમય ઘણો સારો છે.


Google NewsGoogle News