ઘરના મંદિરમાં ન હોવું જોઈએ ગુંબજ, શાસ્ત્રોમાં જણાવાયા છે નિયમ
નવી દિલ્હી,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
હિન્દુ ધર્મમાં સવારે અને સાંજે પૂજા-પાઠ અને પ્રાર્થના કરવાનું ઘણું મહત્વ છે. તેથી દરેક ઘરમાં લગભગ એક મંદિર હોય છે જ્યાં પૂજા-પાઠ થતો હોય છે. ઘરમાં મંદિર હોવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપરાંત વાસ્તુદોષમાં પણ રાહત મળે છે. દરરોજ પૂજા અર્ચના કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. જોકે, ઘણા લોકો દરરોજ પૂજા કરે તો છે, પરંતુ મંદિરને લગતા કેટલાક નિયમો ભૂલી જાય છે.
જ્યોતિષી રાધાકાંત વત્સે જણાવ્યું કે ઘર માટે મંદિર ખરીદતી વખતે લોકો અલગ-અલગ ડિઝાઈન શોધે છે જેથી મંદિર આકર્ષક લાગે જ્યારે મંદિરો આકર્ષણનું કેન્દ્ર નથી પણ ભક્તિનું કેન્દ્ર હોય છે. આવી સ્થિતિમાં મંદિરની રચના યોગ્ય હોવી જરૂરી છે.
મંદિરની છત એ મંદિરની રચનાનો એક ભાગ છે. બહારના તીર્થસ્થળો પર હાજર મંદિરોમાં ગુંબજ હોય છે, પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે તમારા ઘર માટે મંદિર ખરીદી રહ્યા છો, તો ગુંબજવાળું મંદિર ન ખરીદો. તે ઘર માટે અશુભ માનવામાં આવે છે.
કારણ?
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે પણ મંદિરમાં ગુંબજ હોય તો તે ગુંબજ પર ધ્વજ લગાવવો જરૂરી છે. આ ઉપરાંત, કલશની સ્થાપના કરવાની પણ જોગવાઈ છે. ઘર માટે મંદિર ખરીદતી વખતે, તે મંદિરના ઘુમ્મટ પર ધ્વજ લગાવવો અને કલશ સ્થાપિત કરવું શક્ય નથી.
આ કારણથી ઘરના મંદિરમાં ગુંબજ ન હોવો જોઈએ. ગુંબજ પરનો ધ્વજ અને કલશ નકારાત્મકતાને મંદિરમાં પ્રવેશતા અટકાવે છે અને મંદિરની પવિત્રતા પવિત્રતા જાળવી રાખે છે જ્યારે ઘરના મંદિરમાં કલશ કે ધ્વજ વગરનો ગુંબજ નકારાત્મકતાને વધારે છે.
ઘરમાં ઘુમ્મટવાળા મંદિર પર ધ્વજ લગાવવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેનાથી ઉંચી વસ્તુઓ ઘરમાં હાજર રહેશે. મંદિર પરના ધ્વજથી ઉંચી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ઈમારત કે વસ્તુ તે ધ્વજ ઉપરથી ન જવી જોઈએ.