વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં રાખવામાં આવેલી દવાઓ ઘરમાંથી બીમારીને જવા જ નથી દેતી
Image:Freepik
નવી દિલ્હી,તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને માનીને ઘર બનાવતા હોય છે. અત્યારે ફિલ્મ સ્ટાર પણ પોતાના ઘરની વસ્તુઓને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ગોઠવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશાઓનું વિશેષ મહત્વ છે. કોઈપણ વસ્તુનું શુભ પરિણામ મેળવવા માટે તે વસ્તુને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્ર માટે ઘણી વસ્તુઓ પણ પ્રચલિત છે જે ઘરમાં મુકવાથી ફાયદો થાય છે, જેમ કે કાચબો, ચીની સિક્કાઓ, મની પ્લાન્ટ, લવ બર્ડસ, વિન્ડ ચાઇમ વગેરે. પરંતૂ આ વસ્તુઓ માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં યોગ્ય દિશાઓ આવી છે.
ઘરમાં પડી રહેતી રોજ બરોજની વસ્તુઓમાં દવાનો પણ સમાવેશ થાય છે જેથી તાવ કે શરદી જેવી વસ્તુઓમાં પણ તે વાપરી શકાય. જો વ્યક્તિની તબિયત ખરાબ હોય તો દુનિયાના તમામ આનંદો પણ મનને સુખ આપી શકતા નથી.બીમારીના કારણે વ્યક્તિ ઉદાસ અને ચિંતિત રહે છે. તેથી વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરમાં દવાઓને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિને બધી જ ખુશીઓ મળી શકે છે.
ઘરમાં વાસ્તુ દોષની સાથે ઘરમાં ખોટી દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ પણ તેનું કારણ બની શકે છે. દવાઓ ખોટી દિશામાં રાખવાથી ઘરના કોઈ સભ્ય બીમાર પડે છે.
ઘરની કઈ દિશામાં દવાઓ રાખવી અને કઈ દિશામાં રાખવાથી બચવું જોઇએ
ઘરમાં ભૂલથી પણ દવાઓ ક્યાં ન રાખવી જોઈએ?
- વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ,ઘરમાં ખોટી જગ્યાએ રાખવામાં આવેલી દવાઓ ઘરના લોકોના સ્વાસ્થ્યને, વ્યક્તિ કોઈને કોઈ રોગથી ઘેરાયેલી રહે છે.
- વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં દવાઓને ક્યારેય પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં ન રાખવી જોઈએ. જો તમે આ દિશામાં દવાઓ રાખો છો, તો તેની અસર ખૂબ જ ધીમી થઈ જાય છે. ઉપરાંત, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ દિશામાં દવાઓ રાખવાથી ઘરમાં બીમારીઓ ઘેરાયેલી રહે છે.
- આ સિવાય રસોડામાં દવાઓ ન રાખવી જોઈએ. આનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને બીમારીઓ આકર્ષિત કરે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પલંગના માથાથી લઈને સ્ટડી ટેબલ સુધી દવાઓ ન રાખવી જોઈએ. આ સ્થાનો પર દવાઓ રાખવાથી વ્યક્તિના ભાગ્ય પર અસર થાય છે. પરિવારના કોઈ સભ્ય બીમારીથી ઘેરાયેલા છે. જેના કારણે દવાઓની અસર ઓછી થઇ છે. ઉપરાંત, આ રોગ એક સભ્યથી બીજા સભ્યમાં ફેલાતો રહે છે.
ઘરમાં આ જગ્યાઓ પર દવાઓ રાખી શકાય
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં દવાઓ રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. જો વ્યક્તિ દવાઓ લે છે, તો વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.