વાસ્તુ ટિપ્સ: આ દિશામાં ક્યારેય ન મૂકવા જોઈએ પૈસા કે ઘરેણાં, ઘરમાં થશે નુકસાન
image:Freepik
વાસ્તશાસ્ત્રમાં ઘણાં લોકો માને છે. વાસ્તુ સ્થાપત્ય વિજ્ઞાનને લગતી હિન્દુ પદ્ધતિ છે. એ વાતાવરણમાંની વિવિધ ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે અને તેના લીધે શાંતિ, સમૃદ્ધિ અને પોઝિટિવ વાઈબ્સ આવતી હોવાનું મનાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખેલી દરેક વસ્તુની અસર વ્યક્તિના જીવન ઉપર પોઝીટીવ કે નેગેટીવ રીતે પડે છે. જો ઘરનું વાસ્તુ ખોટું હોય, તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ઘણી વખત ધન હાનિ થાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખેલી તિજોરીને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. તિજોરીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. જો ઘરમાં ધન અને ગોલ્ડ વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર ન રાખવામાં આવે, તો તેનાથી ધન હાનિ અને આર્થિક તંગી પણ આવી શકે છે. તો જાણીએ કઇ દિશામાં ન રાખવુ જોઇએ ધન અને ગોલ્ડ.
ઘરની આ દિશામાં ક્યારેય ન મુકો પૈસા અને જ્વેલરી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખોટી દિશામાં મુકેલા આભૂષણો આર્થિક સમસ્યાનું કારણ બની શકે છે.જેનાથી ધનવાન પણ બર્બાદ થઇ શકે છે.
ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય સોના-ચાંદીની જ્વેલરી ના મુકવી જોઇએ. આ દિશા યમની દિશા હોય છે.તેથી આ દિશામાં સોના-ચાંદી મુકવાથી માતા લક્ષ્મી રિસાઇ જાય છે.
દક્ષિણ દિશામાં ધન –સંપત્તિ મુકવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને આ ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો.
આ દિશામાં ના રાખો સંપત્તિ
ઘરના આગ્નેય કોણમાં એટલે કે દક્ષિણ પૂવ વચ્ચે ધન ક્યારેય ન મૂકવુ જોઇએ.
કઇ દિશામાં મુકવા જોઇએ પૈસા
વાસ્તુમાં ઉત્તર દિશાને ધન- સંપત્તિ મૂકવા માટે શુભ માનવામાં આવે છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
વાસ્તુ અનુસાર પૂર્વ દિશામાં જ્વેલરી મૂકવાથી પણ કોઇ ખરાબ પરિણામો નથી મળતા. તમે ઘરની કિંમતી આ દિશામાં મૂકી શકો છો.