વાસ્તુ શાસ્ત્રઃ બાથરુમથી નકારાત્મક ઉર્જા કેવી રીતે હટાવશો? આવી રીતે દૂર થશે વાસ્તુ દોષ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
વાસ્તુ શાસ્ત્રઃ બાથરુમથી નકારાત્મક ઉર્જા કેવી રીતે હટાવશો? આવી રીતે દૂર થશે વાસ્તુ દોષ 1 - image


Image: freepik 

નવી દિલ્હી,તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઊર્જા આપણી આસપાસના વાતાવરણ અને વસ્તુઓમાંથી આવે છે. ઊર્જા બે પ્રકારની હોય છે, હકારાત્મક અને નકારાત્મક ઊર્જા. સકારાત્મક ઉર્જા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે નકારાત્મક ઉર્જા તમારા પરિવારમાં વિખવાદ જેવી સમસ્યાઓ તરફ દોરી જાય છે.

વાસ્તુ દોષોને કારણે જાણ્યે-અજાણ્યે ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે. તેજ રીતે ઘરના બાથરુમમાં નકારાત્મકતા હોય છે. 

બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા શરીરની ગંદકીને બાથરૂમમાં નાખો છો અને તેને નકારાત્મક ઊર્જાના સ્ત્રોતમાં ફેરવો છો. બાથરૂમએ આપણા ઘરનો ખૂણો છે જ્યાંથી સૌથી વધુ નકારાત્મક ઉર્જા આવે છે. આ માટે તમારા માટે વાસ્તુ સંબંધિત ઉપાયોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો, જો તમારા બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રહેશે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાશે નહીં અને બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવુ.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે, જો બાથરૂમ કે ટોયલેટમાં વાસ્તુ દોષ હોય તો તેનાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવે છે અને પરિવારમાં વિખવાદનું વાતાવરણ સર્જાય છે. 

તમારા બાથરૂમના એક ખૂણામાં મીઠાનો બાઉલ રાખો અને દર મહિને આ મીઠું બદલતા રહો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

બાથરૂમમાં હંમેશા મીઠાનો બાઉલ રાખો, એવું માનવામાં આવે છે કે, બાથરૂમમાં દરિયાઈ મીઠું રાખવાથી બાથરૂમની નકારાત્મક ઉર્જા નાશ પામે છે.

આ સિવાય બાથરૂમના નળમાંથી પાણી ટપકતુ ન હોય તેનું ધ્યાન રાખો. બાથરૂમમાં તાંબા ધાતુની કોઈપણ વસ્તુ ના રાખો. બાથરૂમને ભીનું ના રાખો કે બાથરૂમની અંદર ભીના કપડાં ના રાખો. દર અઠવાડિયે બાથરૂમને સારી રીતે સાફ કરો.

બાથરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરીને તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ગંભીર બીમારીઓને તમે તમારા અને તમારા પરિવારથી દૂર રાખી શકો છો.


Google NewsGoogle News