દિવાળી પર મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરે જ કરો આ ત્રણ ઉપાય, ધન-ધાન્યની નહીં થાય કમી
Diwali Vastu Tips: માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિની ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે, તેમના જીવનમાં મુશ્કેલીઓ ઓછી હોય છે. પરંતુ, આજના સમયમાં વ્યક્તિની સૌથી મોટી મુશ્કેલી આર્થિક તંગી છે. એવામાં ઘણાં લોકોની કમાણી સારી હોય છે, પરંતુ હાથમાં પૈસા નથી ટકતાં. જો તમે પણ આવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ દિવાળીએ તમે વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું. જેનાથી તમારા જીવનમાં પડી રહેલી ધનની મુશ્કેલીમાંથી રાહત મળશે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
તજનો ઉપાય અપનાવો
જો તમે પોતાની મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો આ દિવાળીએ તમે તજનો ઉપાય અપનાવી શકો છો. જેના માટે સૌથી પહેલાં તજનો પાવડર લો, ત્યારબાદ અગરબત્તીને સાત વાર વિપરિત દિશામાં ફેરવો અને ધન પ્રાપ્તિની પ્રાર્થવા કરતાં તેને પોતાના પર્સમાં મૂકી દો. આ સિવાય આ પાવડરને તમે તમારી તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ છાંટી દો. આવું કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
તુલસી અને દૂધનો ઉપાય
જો તમે આર્થિક તંગીને દૂર કરવા ઈચ્છો છો, તો તમે આ દિવાળીએ સવારે ઉઠીને સૌથી પહેલાં સીધો પગ જમીન પર રાખો. બાદમાં સ્નાન કરીને દૂધ મિશ્રિત જળ શ્યામા તુલસીને અર્પણ કરો. જેનાથી તમારા ઇષ્ટ દેવી-દેવતા પ્રસન્ન થશે અને આર્થિક તંગી દૂર થશે.
આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ દિવાળીએ શનિ બનાવશે શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે લાભ
મંદિરમાં ઝાડુ દાન કરો
આ દિવાળીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી મંદિરમાં એક ઝાડુ દાન કરો. આ સિવાય કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે અશોક વૃક્ષના મૂળને ગંગાજળને ધોઈને ધન રાખવાની જગ્યાએ મૂકી દો.