ઘરમાં ભૂલથી પણ આ પ્રકારની ભગવાનની મૂર્તિ ન રાખવી, જાણો પૂજાઘર સાથે જોડાયેલી જરૂરી માહિતી
પૂજા ઘરમાં ક્યારેય ગણેશજીની બેથી વધારે મુર્તિ રાખવી જોઈએ નહી
ક્યારેય ભગવાનની એવી મુર્તિ પૂજાઘરમાં ન રાખવી જોઈએ કે જેમા ભગવાનનો પાછળનો ભાગ દેખાતો હોય, એટલે કે પીઠ દેખાતી હોય
Image Freepic |
તા. 20 સપ્ટેમ્બર 2023, બુધવાર
ભારતીય સંસ્કૃતિમાં દેવ પૂજાને ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં આજે મંદિરમાં રાખવામાં આવતી ભગવાનની મુર્તિ કે તસ્વીર વિશે વાત કરીએ. ઘરમંદિરમાં કે ઘરની કોઈ પણ જગ્યા પર ભગવાનની મુર્તિ ક્યારેય એવી રીતે ના રાખવી જોઈએ કે જેમા પાછળનો ભાગ દેખાતો હોય, એટલ કે ભગવાનની પીઠનો ભાગ દેખાતો હોય. મુર્તિ બિલકુલ સામે જોતી હોય તેવી રાખવી જોઈએ. ભગવાનની પીઠ જોવી શુભ માનવામાં આવતું નથી. પૂજા ઘરમાં ક્યારેય ગણેશજીની બેથી વધારે મુર્તિ રાખવી જોઈએ નહી. બેથી વધુ મુર્તિ કે તસ્વીર રાખવી નુકસાન કારક છે.
મુર્તિ કે તસ્વીર હંમેશા શાંત અને હસતાં ચહેરાવાળી સુંદર અને આર્શીવાદની મુદ્રાવાળી હોવી જોઈએ
આ ઉપરાંત ઘરની અલગ- અલગ જગ્યા પર એક ભગવાનની બે મુર્તિઓ હોઈ શકે છે. આ સિવાય ભગવાનની એવી મુર્તિ કે તસ્વીર ન હોવી જોઈએ,કે જે યુદ્ધની મુદ્રામાં હોય, જેમા ભગવાન રૌદ્ર સ્વરુપમાં હોય. મુર્તિ કે તસ્વીર હંમેશા શાંત અને હસતાં ચહેરાવાળી સુંદર અને આર્શીવાદની મુદ્રાવાળી હોવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એક મહત્વની વાત એ પણ ધ્યાનમાં રાખશો કે ખંડિત મુર્તિઓને ક્યારેય ઘરમાં રાખશો નહી તેને તાત્કાલિક વિસર્જન કરવું જોઈએ.
મંદિર અથવા પુજા ઘરનો રંગ કેવો હોવો જોઈએ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પૂજા ઘરનો રંગ ખૂબ જ સોમ્ય અને મનને શાંતિ આપતો હોય તેવો હોવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પરંતુ આ મંદિર બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે પૂજાસ્થળની નીચે પથ્થરનો સ્લેબ ન લગાવવો જોઈએ, નહીં તો દેવામાં ડુબી જશો. આ સાથે પૂજાઘરની દિવાલો પર આછો પાતળો પીળો રંગ અથવા આછો કેસરી કલર કરવો જોઈએ. અને ફર્સ પર પણ આછો પીળો કલર કરવો જોઈએ.