તુલસીની નજીક ભૂલથી પણ આ વસ્તુઓ ન મૂકતાં, નહીંતર ઘરમાં આવશે ભયંકર આર્થિક સમસ્યા
Image:Freepik
Vastu Tips For Tulsi Plants: હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે. તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા લોકોને દરેક આફતથી પણ બચાવે છે.
ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરૂ મહત્વ છે પરંતુ, શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ અશુભ મનાય છે. તો આવો જાણીએ કઇ વસ્તુઓ તુલસીના છોડથી દૂર રાખવી જોઇએ.
1. શિવલિંગથી દૂર રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તુલસી રાખવામાં આવે છે ત્યાં શિવલિંગ ન હોવું જોઈએ. ઘણા લોકો શિવલિંગને તુલસીના કુંડામાં રાખે છે અને ત્યાં તુલસી અને શિવલિંગની પૂજા કરે છે. કથા અનુસાર, ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હતો, જેના પરિણામે ન તો શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય એક અન્ય માન્યતા અનુસાર શંખ વડે પણ શિવલિંગને ક્યારેય જળ ચઢાવવામાં આવતુ નથી.
2. ગણપતિની પૂજા તુલસીથી ન કરવી
એક કથા અનુસાર, એકવાર ગણેશજીએ તુલસીના લગ્નના પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે, તેઓ બ્રહ્મચારી છે. આ સાંભળીને તુલસી માતા ગુસ્સે થઈ ગયા અને ગણેશને બે લગ્નનો શ્રાપ આપ્યો. આ પછી ભગવાન ગણેશે પણ તુલસીને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો તેથી ગણેશ પૂજામાં પણ તુલસીનો ઉપયોગ થતો નથી.
3. તુલસીની પાસે જૂતા અને ચપ્પલ ન રાખવા
વાસ્તવમાં તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર, તુલસીને જૂતા અને ચપ્પલની પાસે ન રાખવા જોઈએ તેથી તુલસી અશુદ્ધ થઈ જાય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. અને ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે.
4.તુલસીની પાસે કાંટાળા છોડ ન લગાવો
વાસ્તુ અનુસાર ભૂલથી પણ તુલસીની પાસે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઘરમાં ઝઘડા પણ વધે છે. જો તમે ઈચ્છો તો ગુલાબનો છોડ રાખી શકો છો પરંતુ, અંતર રાખો કારણકે ગુલાબનો છોડ પણ કાંટાવાળો હોય છે.
5. તુલસી પાસે સાવરણી ન રાખવી
શાસ્ત્રો અનુસાર ભૂલથી પણ તુલસીના છોડની પાસે સાવરણી ન રાખવી જોઈએ કેમકે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે. તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે. આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.