અક્ષય તૃતીયા પહેલાં ઘરમાંથી કાઢી નાંખો આ 6 વસ્તુઓ, નહીંતર આખું વર્ષ પૈસાની સમસ્યા રહેવાની છે માન્યતા
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ-ચાંદી જેવી કિંમતી વસ્તુઓની ખરીદીને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલી ખરીદી "અક્ષય" એટલે કે ક્યારેય ન સમાપ્ત થતું ફળ આપે છે. પરંતુ માત્ર કિંમતી વસ્તુઓની ખરીદી જ પર્યાપ્ત નથી, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને અક્ષય તૃતીયા પહેલા પહેલા ઘરમાંથી કાઢી નાખવું જરૂરી છે, નહીં તો તે દુર્ભાગ્ય અને આર્થિક સંકટનું કારણ બની શકે છે.
સમયનું ઠહરી જવું એ અવરોધનો સંકેત છે. જે ઘડિયાળો ખરાબ થઈ ગઈ છે પણ ભાવનાત્મક લગાવને કારણે તમે તેને સંભાળીને રાખી છે તો તેને હમણાં જ ઘરની બહાર કાઢી નાંખો. બંધ થયેલી ઘડિયાળો નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે.
ફાટેલા-જૂના કે ગંદા કપડાં આર્થિક સમસ્યાઓનું કારણ
ઘરમાં રાખેલા ફાટેલા-જૂના કે ગંદા કપડાં આર્થિક સમસ્યાઓનું કારણ તો બને જ છે પરંતુ ભાગ્યને પણ નબળું પાડી શકે છે. આવા કપડાં ન તો પહેરવા અને ન તો ઘરમાં રાખવા. સ્વચ્છ કપડાં દેવી લક્ષ્મીના આશીર્વાદને આમંત્રણ આપે છે.
જૂનુ અને તૂટેલું ઝાડુ ઘરમાંથી કાઢી નાંખો
ઝાડુને ધન અને લક્ષ્મી સાથે સબંધિત માનવામાં આવે છે. તૂટેલું ઝાડુ ઘરની સાફ-સફાઈમાં તો અવરોધરૂપ બને જ છે પરંતુ આ સાથે જ તેને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર નવું ઝાડુ ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ જૂનુ અને તૂટેલું ઝાડુ તરત જ બહાર કાઢી નાંખવું.
આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ: બજરંગબલીને કેમ ચડાવવામાં આવે છે સિંદૂર? જાણો ધાર્મિક માન્યતા
જૂતાં-ચપ્પલ બહાર કાઢી નાંખો
તૂટેલા જૂતાં અને ચપ્પલ, ખાસ કરીને જો તે લાંબા સમયથી ઘરમાં પડેલા હોય, તો તે દુર્ભાગ્યને આકર્ષે છે. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા અને અરાજકતા લાવે છે. અક્ષય તૃતીયા પહેલા ઘરના કબાટ અથવા જૂતાના રેકનું નિરીક્ષણ કરો અને ખરાબ થઈ ગયેલા જૂતા અને ચપ્પલને ફેંકી દો.
જૂની-તૂટેલી અને બિનઉપયોગી વસ્તુઓને ઘરમાંથી કાઢી નાંખો
ઘરમાં રાખેલી તૂટેલી, કાટ લાગી ગયેલી કે બિનઉપયોગી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને જન્મ આપે છે. પ્લાસ્ટિક, લોખંડ, જૂના સ્ટીલના ડબ્બા, અખબારોના ઢગલા, તૂટેલી વસ્તુઓ - આ બધું દેવી લક્ષ્મીના આશીર્વાદથી અંતર વધારે છે. અક્ષય તૃતીયા પહેલા ઘરને સંપૂર્ણપણે સાફ કરો અને બિનજરૂરી વસ્તુઓને બહાર કાઢી નાંખો.