વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ રીતે કરો કળશની સ્થાપના, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિનો વાસ

આ સાથે ઘરમાં કળશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ મંગળ કળશની સ્થાપના માટે ઉત્તર-પૂર્વનો ખૂણો શ્રેષ્ઠ માનવામાં આવે છે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ રીતે કરો કળશની સ્થાપના, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિનો વાસ 1 - image


Mangal Kalash Sthapna : વાસ્તુશાસ્ત્રમાં વ્યક્તિની દરેક સમસ્યાનું સમાધાન રહેલું છે. અને વળી જો તેમા પણ તમે આર્થિક મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યા છો, તો વાસ્તુના ઉપાય અજમાવી શકો છો. આવો વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જાણીએ. 

વાસ્તુશાસ્ત્ર દ્વારા મળે છે આ લાભ

વાસ્તુશાસ્ત્રમાં એવુ માનવામાં આવે છે કે, અષ્ટકોણ કમળ બનાવી ઘરમાં મંગળ કળશની સ્થાપના કરવામાં આવે તો વ્યક્તિની મુશ્કેલી દૂર થઈ જાય છે. આ સાથે ઘરમાં કળશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. એવું માનવામાં આવે છે કે કળશની સ્થાપના કરવાથી માં લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. તેમજ આર્થિક સમસ્યામાંથી છૂટકારો મળે છે. એટલું જ નહીં કળશ સ્થાપનાથી ઘરમાં પોઝિટીવ ઉર્જાનો સંચાર થાય છે. 

આ રીતે કરો કળશની સ્થાપના 

સૌથી પહેલા એક કળશમાં જળ ભરીને તેની અંદર તાંબાનો સિક્કો, દુર્વા, ચંદન, સોપારી, હળદર, આખા ચોખા, લવિંગ, એલચી, ગંગાજળ અને પાન મુકો. ત્યાર બાદ કલશ પર કેરીના પાન મૂકી તેના ઉપર શ્રીફળ મુકો. એ પછી શ્રીફળ પર કંકુ, અબીલ, ગુલાલથી પૂજા કરો, અને કળશ પર સ્વસ્તિક બનાવો. હવે કલશ પર નાડાછડી અથવા રક્ષા સૂત્ર બાંધો.

ત્યાર પછી અષ્ટકોણ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશની સ્થાપના કરો. વાસ્તુશાસ્ત્ર મુજબ મંગળ કળશની સ્થાપના માટે ઉત્તર-પૂર્વનો ખૂણો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ઘરના મંદિરમાં પણ કળશની સ્થાપના કરી શકો છો. 

આટલી બાબતોનું ધ્યાન રાખવું

કળશની સ્થાપના ક્યારેય પણ લોખંડ કે સ્ટીલના કળશમાં કરવી જોઈએ નહી. શક્ય હોય તો તેના બદલે તમે સોના, ચાંદી, તાંબા અથવા માટીના કળશ કે વાસણનો ઉપયોગ કરી શકો છો. વાસ્તુ પ્રમાણે કળશને હંમેશા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યાં કળશની સ્થાપના કરવાની હોય તે જગ્યા અને ઘરમાં પહેલા થોડુ ગંગાજળ છાંટી પવિત્રીકરણ કરવું જોઈએ. જેથી ઘર પવિત્ર અને શુદ્ધ બની જાય. 


Google NewsGoogle News