વૈશાખ અમાસ પર 3 રાશિના જાતકો રહે સાવચેત, અશુભ પરિણામ ભોગવવા પડી શકે!
Vaishakh Amavasya 2025: આજે વૈશાખ અમાસ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે પિતૃઓનું તર્પણ અને સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વખતે વૈશાખ અમાસ પર ચંદ્ર બુદ્ધ અને શુક્રની યુતી બનવા જઈ રહી છે. જેને ખતરનાક માનવામાં આવી રહી છે.
વાસ્તવમાં આજે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે બુધ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સૂર્ય પણ આજે ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. હવે અમાસ પર બનવા જઈ રહેલી ચંદ્ર, બુધ અને શુક્રની યુતી કેટલીક રાશિઓ માટે અશુભ માનવામાં આવી રહી છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ યુતી વિનાશકારી સાબિત થઈ શકે છે. કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. સંતાનો તરફથી ખરાબ સમાચાર મળી શકે છે. આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું. ખર્ચા પર નિયંત્રણ રાખવું. દેવું વધી શકે છે.
મીન રાશિ
પૈસાના લેવડદેવડ મામલે સાવધાન રહેવું. રોકાણથી પૈસાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.