Get The App

કુંભ રાશિમાં આખરે ક્યાં સુધી ચાલશે શનિની સાડાસાતી? જાણો ક્યારે શરુ થશે શુભ સમય

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
કુંભ રાશિમાં આખરે ક્યાં સુધી ચાલશે શનિની સાડાસાતી? જાણો ક્યારે શરુ થશે શુભ સમય 1 - image


Shani Sade Sati Second Phase : ન્યાયના દેવતા શનિ દેવ એકમાત્ર એવા દેવ છે, કે જેમની સાડાસાતી અથવા ધૈયા રાશિમાં રહે છે. કારણ કે શનિ અઢી વર્ષમાં રાશિ ગોચર કરે છે. અને જ્યારે તે એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે 3 રાશિઓ પર સાડાસાતી અને 2 રાશિઓ પર ધૈયા ચાલે છે. જેમ કે નામથી સૂચવે છે તેમ ધૈયા અઢી વર્ષની છે, અને સાડા સાતીમાં અઢી વર્ષના ત્રણ તબક્કા છે. આ રીતે સાડાસાતીના 3 તબક્કા છે. બીજો તબક્કો સૌથી મુશ્કેલ હોય છે. 

સાડા સાતીનો બીજો તબક્કો આપે છે ચારેય બાજુથી મુસિબત

શનિની સાડાસાતીનો બીજો તબક્કો આર્થિક, શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારે પરેશાનીઓ આપે છે. કારકિર્દીમાં આગળ વધવાના વ્યક્તિના તમામ પ્રયાસો નિરર્થક જાય છે. દરેક કામમાં અડચણો આવે છે. એટલે સાડાસાતીનો બીજો તબક્કો સૌથી પીડાદાયક માનવામાં આવે છે.

કુંભ પર સાડાસાતી 

વર્ષ 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કુંભ રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો શરુ થયો હતો. જે વર્ષ 2025 સુધી ચાલશે. માર્ચ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે જ બીજા તબક્કો સમાપ્ત થશે અને ત્રીજો તબક્કો શરુ થશે. જો સાડાસાતીથી સંપૂર્ણ મુક્તિ મેળવવાની વાત કરીએ તો 29 માર્ચ 2025થી 3 જૂન 2027 સુધી શનિ મીન રાશિમાં રહેશે. આ રીતે જ્યારે શનિ મીન રાશિ છોડીને જૂન 2027માં મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે જ કુંભ રાશિવાળાને સાડાસાતીથી રાહત મળશે.

કુંભ રાશિ માટે શનિ શુભ છે કે અશુભ?

કુંભ રાશિનો સ્વામી શનિ છે. શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છે, એટલે તે કુંભ રાશિના લોકોને ઓછી મુશ્કેલી આપે છે. પરંતુ જે લોકો આ સમયગાળા દરમિયાન સારા કાર્યો કરે છે, અને તેમની કુંડળીમાં શનિ શુભ હોય છે, એટલે કે તેમને ન્યાલ કરી દે છે. શનિ તેમને ઘણો લાભ આપે છે. તેમજ જે લોકો સારા કર્મો નથી કરતાં તે લોકોને આ સાડાસાતીમાં મિત્રો પણ અજાણ્યા બની જાય છે. 


Google NewsGoogle News