Get The App

2025ની શરૂઆતમાં બનશે સૂર્ય અને શનિની યુતિ: પિતા-પુત્રના સંબંધો પર પડશે ખરાબ અસર, બચવા માટે કરો આ ઉપાય

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
2025ની શરૂઆતમાં બનશે સૂર્ય અને શનિની યુતિ: પિતા-પુત્રના સંબંધો પર પડશે ખરાબ અસર, બચવા માટે કરો આ ઉપાય 1 - image


Image: Facebook

Surya Shani Yuti 2025: વર્ષ 2025માં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને દુર્લભ સંયોગ બનશે, જેમાં સૂર્ય અને શનિ દેવની યુતિ પણ સામેલ છે. વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવની સાથે યુતિ બનશે. 12 ફેબ્રુઆરી 2025એ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ દેવ પહેલેથી બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં પિતા-પુત્ર સૂર્ય-શનિની યુતિને એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. 

સૂર્ય-શનિનો સંબંધ

સૂર્યને સાત્વિકતા અને શુભતા ફેલાવનાર ગ્રહ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. જ્યારે શનિને તામસિક અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને અંધકાર પેદા કરે છે. પ્રકાશ અને અંધકારનું મિલન હોવાના પરિણામ ખૂબ વિચિત્ર હોય છે. તેનાથી સૂર્ય પણ દૂષિત થાય છે અને શનિ પણ. સૂર્ય-શનિનો સંબંધ બે સંબંધો પર વિશેષ અશુભ અસર નાખે છે. આ પિતા-પુત્ર અને પતિ-પત્નીના સંબંધો પર નકારાત્મક અસર પેદા કરે છે. ઘણા મામલે આ આરોગ્યની વિશેષ સમસ્યાઓ પણ પેદા થાય છે.

પિતા-પુત્રના સંબંધો પર કેવી રીતે અસર નાખે છે?

સૂર્ય-શનિની યુતિના કારણે પિતા અને પુત્રનો આંતરિક વ્યવહાર ક્યારેય સારો હોતો નથી. પિતા પુત્ર ક્યારેક-ક્યારેક એકબીજાથી દૂર થઈ જાય છે. ક્યારેક-ક્યારેક પિતા-પુત્રમાંથી એક જ પ્રગતિ કરે છે. ઘણી વખત લાખ પ્રયત્ન કરવા પર પિતા કે પુત્રનું સુખ મળી શકતું નથી.

શું છે ઉપાય?

આ લોકોએ દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. ત્યાં જ ઊભા થઈને હનુમાન ચાલીસા વાંચો. એક તાંબાની વીંટી અનામિકા આંગળીમાં ધારણ કરો. ભોજનમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરો. શનિવારે મીઠી વસ્તુનું દાન કરો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પરાજય થતાં જ કોંગ્રેસમાં ડખા શરૂ, પૂર્વ CMએ કહ્યું- અમારી લીડરશીપ જ ખરાબ

સૂર્ય-શનિ કેવી રીતે લગ્ન જીવન પર અસર નાખે છે?

પતિ-પત્ની એકબીજાની સાથે પ્રેમ રાખી શકતાં નથી. એકબીજાને વેઠવા જેવી સ્થિતિ આવી જાય છે. ક્યારેક-ક્યારેક હિંસા અને કેસ પણ થઈ જાય છે. જો શનિ મજબૂત થયો તો તલાક પણ થઈ જાય છે. 

શું છે ઉપાય?

આ લોકોએ દરરોજ સવારે કાળા તલ મિક્સ કરીને સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ. દરરોજ સાંજે તુલસીની નીચે ઘી નો દીવો પ્રગટાવો. 'નમ:શિવાય' નો નિયમિત જાપ કરો. ગળામાં લાલ ચંદનની માળા ધારણ કરો.

સૂર્ય-શનિ કેવી રીતે આરોગ્ય પર અસર નાખે છે?

સૂર્ય-શનિની દુર્લભ યુતિના કારણે હાડકાંઓની સમસ્યા થઈ શકે છે. ક્યારેક નસો અને નાડી તંત્રની સમસ્યા પણ થઈ જાય છે. આ સંબંધિત નેત્ર જ્યોતિ માટે પણ સારું માનવામાં આવ્યું નથી.

શું છે ઉપાય?

દરરોજ સવારે પીપળાના વૃક્ષમાં અને સૂર્ય દેવને જળ અર્પણ કરો. દરરોજ સવારે સૂર્ય દેવના મંત્રનો જાપ કરો. સાથે જ સંધ્યાકાળે શનિ મંત્રનો પણ જાપ કરો. શનિવારે ભોજનની વસ્તુઓનું દાન પણ કરો. 


Google NewsGoogle News