તુલસી વિવાહ ક્યારે છે? તારીખ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને સામગ્રી સહિતની દરેક જાણવા જેવી બાબતો

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
તુલસી વિવાહ ક્યારે છે? તારીખ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને સામગ્રી સહિતની દરેક જાણવા જેવી બાબતો 1 - image


Image: Twitter 

નવી દિલ્હી,તા. 4 નવેમ્બર 2023, શનિવાર  

દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ઉજાસ ફેલાવે છે. કારતક મહિનાની એકાદશી પર તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું અનેરૂં મહત્વ છે. આ દિવસે શાલિગ્રામ અને તુલસીના વિવાહ થયા છે. આ વર્ષે તુલસી વિવાહ 23 નવેમ્બરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ થશે. 

તુલસી વિવાહના દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ જન્મ અને જન્મ પહેલાના પાપોમાંથી મુક્તિ મેળવે છે. માતા તુલસીને વિષ્ણુપ્રિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ તુલસી વિવાહ પૂજાની રીત-ભાત, શુભ સમય અને સામગ્રી વિશે વિગતવાર માહિતી...

મુહૂર્ત -

એકાદશી તિથિનો પ્રારંભ - 22 નવેમ્બર, 2023 રાત્રે 11:03 વાગ્યે

એકાદશી તિથી સમાપ્તિ - 23 નવેમ્બર, 2023 રાત્રે 09:01 વાગ્યે

તુલસી વિવાહ પૂજા રીત -

તુલસી વિવાહ ક્યારે છે? તારીખ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને સામગ્રી સહિતની દરેક જાણવા જેવી બાબતો 2 - image

વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન વગેરે કરીને સંકલ્પ કરવો.

-આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો.

-હવે ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવો. પછી તેમને ફળ, ફૂલ અને ભોજન અર્પણ કરો.

-એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી જોઈએ.

-સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો.

આ પર્વ નિમિત્તે ઉપવાસ કરનારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ.

- વ્રત દરમિયાન ભોજન ન કરવું.

- વ્રત તોડ્યા પછી બ્રાહ્મણોને દાન આપો.

તુલસી વિવાહની સામગ્રીની યાદી-

પૂજામાં મૂળા, શક્કરિયા, શિંગોળા, આમળા, બોર, મૂળા, સીતાફળ, જામફળ અને અન્ય મોસમી ફળો ચઢાવવામાં આવે છે.

દેવઉઠી એકાદશી પર પૂજા સ્થાનને શેરડીના મંડપથી શણગારવામાં આવે છે. તેની નીચે ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને મંત્રોચ્ચારથી જાગૃત કરવા પૂજા કરવામાં આવે છે.



Google NewsGoogle News