કુંભ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ: મિથુન-મેષ સહિત 6 રાશિના જાતકોની આવકમાં થશે વધારો
Image: Freepik
Trigrahi Yoga: જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર 11 ફેબ્રુઆરીએ બુધ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ થયો હતો જ્યારે તેના આગલા દિવસે સૂર્યએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. કુંભ રાશિમાં શનિ દેવ પહેલેથી બિરાજમાન છે. દરમિયાન આ રાશિમાં બુધ-સૂર્ય અને શનિની યુતિ થઈ રહી છે. કુંભ રાશિમાં આ ત્રણેય ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ ત્રિગ્રહી યોગ અમુક રાશિઓ માટે ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવી રહ્યો છે.
મેષ રાશિ
કુંભ રાશિમાં બનેલો ત્રિગ્રહી યોગ મેષ રાશિથી જોડાયેલા જાતકો માટે ખૂબ લાભકારી છે. બિઝનેસની દ્રષ્ટિએ પણ આ યોગ ખૂબ શુભ છે. વેપારમાં અપ્રત્યાશિત ધન લાભનો સંકેત છે. આવકમાં જોરદાર વધારો થશે. આ રાશિના જાતક આવકમાં બચત કરવામાં સફળ રહેશે. નોકરીમાં પ્રમોશનના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
વૃષભ રાશિ
કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિની યુતિ વૃષભ રાશિના જાતકો માટે પણ શુભ ફળદાયી છે. ગ્રહોના શુભ પ્રભાવથી આર્થિક લાભ થશે. રોકાણ સાથે જોડાયેલી રણનીતિઓ તમને ભવિષ્યમાં પણ લાભ આપશે. વેપારમાં આર્થિક વૃદ્ધિ જોવા મળશે. નોકરી સાથે જોડાયેલા મામલામાં મોટી સફળતા મળશે. ધનની સ્થિતિ પહેલેથી સારી થશે.
આ પણ વાંચો: તન પર નાગ, ચારેકોર આગ અને અભય મુદ્રા... સંહારક શિવ કેવી રીતે બન્યા નૃત્યના જનક નટરાજ
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકોને લાભ આપી શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. વેપાર કરનારને બિઝનેસમાં લાભની નવી તક પ્રાપ્ત થશે. રોકાણથી સારું રિટર્ન મળશે. મોટા નુકસાનથી બચી શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ છે. આ દરમિયાન નોકરી અને વેપારમાં શુભ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટી સફળતા મળી શકે છે. નોકરિયાત જાતકોને ધનની ઘણી તક પ્રાપ્ત થશે. પરિવારમાં મોટા સભ્યોનો પ્રેમ મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય સંપન્ન થઈ શકે છે. વેપાર અંગે વિદેશ જઈ શકો છો.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થશે. ગ્રહોના શુભ પ્રભાવથી કરિયરમાં સારી પ્રગતિ થશે. વેપાર કરનારને નફો પ્રાપ્તિના ઘણા મોટા યોગ છે. વેપારમાં આર્થિક સ્થિતિ પહેલેથી વધુ સારી થશે. માન પ્રસન્ન રહેશે. પરિવારમાં માંગલિક કાર્યોને લઈને વ્યસ્તતા રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો શક્ય છે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. નોકરિયાત લોકોનું પ્રમોશન થઈ શકે છે.