આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લુ ચંદ્રગ્રહણ, જાણો આ 4 રાજયોગ કઈ 3 રાશિઓને અપાવશે લાભ

આ ચંદ્રગ્રહણ આજે 28 ઓક્ટોબર 2023ના રાત્રે 11.32 વાગ્યાથી શરુ થઈ 29 ઓક્ટોબરના રોજ 2.24 વાગ્યા સુધી રહેશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લુ ચંદ્રગ્રહણ, જાણો આ 4 રાજયોગ કઈ 3 રાશિઓને અપાવશે લાભ 1 - image
Image Envato 

તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર

Chandra Grahan 2023 : આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે અને આ સાથે આ ચાર રાશિઓ પર શુભ રાજયોગ બનવાનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ ચાર રાજયોગ ચંદ્રગ્રહણ 2023 દરમ્યાન 3 ભાગ્યશાળી રાશિઓને આશીર્વાદ મળવાના છે. આ ચાર શુભ રાજયોગ જે ત્રણ રાશિઓને ભાગ્યશાળી બનાવવા જઈ રહ્યા છે, જેમા શશ રાજયોગ, રવિ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ અને સિદ્ધિ રાજયોગ.

ચંદ્રગ્રહણ 2023નો સમય

આ ચંદ્રગ્રહણ આજે 28 ઓક્ટોબર 2023ના રાત્રે 11.32 વાગ્યાથી શરુ થઈ 29 ઓક્ટોબરના રોજ 2.24 વાગ્યા સુધી રહેશે

કઈ રાશિઓ માટે શુભ

મિથુન રાશિ

ચંદ્ર ગ્રહણ 2023 થી દરેક લાભ મળવાની સંભાવના રહેલી છે. આ એક એવો સમય છે કે જ્યારે તમારી કિસ્મત બદલાવા જઈ રહી છે. જો તમે વ્યવસાય કરો છો તો તેમા ભરપુર લાભ અને આર્થિક પ્રગતિની થવાની સંભાવના છે. તેમજ તમારુ સ્વાસ્થ્ય સુધરે તેવી પણ આશા જોવા મળી રહી છે. 

મકર રાશિ

ચંદ્ર ગ્રહણ 2023 તમારા કરિયર અને વ્યવસાયની સંભાવનાઓને વધુ સારી બનાવવાની ક્ષમતા રાખે છે. આ ગ્રહણ દરેક પ્રકારની ધંધામાં વિકાસની આશા કરવામાં આવી રહી છે, તે સિવાય પરિણામ સ્વરુપ તમારો પ્રભાવ વધી શકે છે. તમને સરકારી કાર્યક્રમોમાંથી લાભ થઈ શકે છે. ઘરેલુ ખર્ચમાં ઓછો થશે અને કમાણી માટે નવા દ્વાર ખુલશે. 

કુંભ રાશિ

ચંદ્ર ગ્રહણ 2023 તમારા માટે લાભકારી રહેનાર છે. આ દરમ્યાન તમારી કિસ્મત બદલાઈ રહી છે આ સાથે તમારા માન-સમ્માનમાં વધારો થવાના સંકેત જોવા મળી રહ્યા છે. આ તમને ચિંતાઓ પર વિજય મેળવવા અને યાત્રા- પ્રવાસથી લાભ મળવાનો અવસર બની શકે છે. તમારી નિર્ભીકતા અને તાકાત વધશે તેમજ નવી યોજનાઓ શરુ કરવા તમારા માટે આ યોગ્ય સમય છે. આ દરમ્યાન તમે રોકાણ, ગેમિંગ અને લોટરીમાં લાભ મળે તેવા યોગ બની શકે છે. 

આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લુ ચંદ્રગ્રહણ, જાણો આ 4 રાજયોગ કઈ 3 રાશિઓને અપાવશે લાભ 2 - image


Google NewsGoogle News