Saphala Ekadashi 2024: આવતીકાલે વર્ષની પ્રથમ એકાદશી, આ એકાદશી પર ભૂલથી પણ આ કામ ન કરવા
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 06 જાન્યુઆરી 2024 શનિવાર
વર્ષની પ્રથમ એકાદશી 7 જાન્યુઆરી એટલે કે આવતીકાલે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ સફળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર આ ઉપવાસને રાખવાથી આયુષ્ય અને આરોગ્યની રક્ષા થાય છે સાથે જ વ્યક્તિને પોતાના કાર્યોમાં સફળતા મળે છે.
આ વ્રતમાં શ્રી હરિની કૃપાથી વ્યક્તિને ભૌતિક સંપન્નતા પણ મળે છે.
સફળા એકાદશીના દિવસે તામસિક ભોજનનું સેવન ટાળવુ. સાથે જ આ દિવસે ડુંગળી, લસણનું સેવન કરવુ જોઈએ નહીં. આવુ કરવાથી શ્રીહરિ નારાજ થઈ જાય છે.
આ દિવસે કોઈના માટે અપશબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને કોઈનું પણ અપમાન કરવુ જોઈએ નહીં.
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવુ જોઈએ અને સાંજના સમયે પણ સૂવુ જોઈએ નહીં.
એકાદશીના દિવસે ચોખા ખાવાનું વર્જિત હોય છે તો આ દિવસે ઘરમાં પણ ચોખા ન બનાવો. સાથે જ આખો દિવસ ભગવાન વિષ્ણુની આરાધના કરો.