આવતીકાલે ચંદ્રગ્રહણ, શરદ પૂનમ, ગજકેસરી યોગનો મહાસંયોગ: આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
આવતીકાલે ચંદ્રગ્રહણ, શરદ પૂનમ, ગજકેસરી યોગનો મહાસંયોગ: આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે 1 - image


                                                          Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2023 શુક્રવાર

વર્ષનું અંતિમ અને બીજુ ચંદ્રગ્રહણ કાલે 28 ઓક્ટોબર 2023ની રાત્રે થવા જઈ રહ્યુ છે. આ ગ્રહણ ઘણી રીતે ખૂબ ખાસ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં નજર આવશે. અત્યાર સુધી થયેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયા નહોતા, આ કારણે તેનો સૂતકકાળ પણ માનવામાં આવ્યો નહોતો. આ ચંદ્રગ્રહણની અસર થશે અને સૂતકકાળ પણ માન્ય રહેશે.

આવી રીતે બનશે મહાસંયોગ

આ ચંદ્રગ્રહણ શરદપૂનમની રાતે થશે. દાયકા બાદ આવો યોગ બન્યો છે જ્યારે શરદ પૂનમની રાતે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. આ સિવાય કાલે ચંદ્ર મેષ રાશિમાં રહેશે, જેમાં પહેલેથી જ ગુરૂ ગ્રહ હાજર છે. આ રીતે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ ગજકેસરી રાજયોગ બનાવશે. ગજકેસરી રાજયોગને જ્યોતિષમાં ખૂબ શુભ માનવામાં આવ્યો છે. આ રીતે કાલે 28 ઓક્ટોબર 2023એ એકસાથે ચંદ્રગ્રહણ, શરદપૂનમ અને ગજકેસરી યોગનો મહાસંયોગ બનશે. આ મહાસંયોગ અમુક રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેવાનો છે. આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે.

વૃષભ રાશિ

આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં સોનેરી દિવસોની શરૂઆત કરશે. પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ખતમ થશે. રોકાયેલા કાર્યો ઝડપથી પૂરા થશે. કરિયરમાં પ્રગતિ થશે. તમને ઊંચુ પદ અને વધેલુ વેતન મળશે. 

મિથુન રાશિ

ચંદ્રગ્રહણ તમારા આરોગ્યમાં સુધારો લાવશે. તણાવ ઘટશે. ઘરેલૂ ખર્ચામાં ઘટાડો થઈ શકે છે. ધન આવવાના નવા માર્ગ બનશે.

કન્યા રાશિ

ચંદ્ર ગ્રહણના દિવસે બની રહેલો સંયોગ તમને ભાગ્યનો સાથ અપાવશે. નોકરીમાં નવા અવસર મળશે. રોકાણ લાભ આપશે. સંપત્તિમાં રોકાણ કરી શકો છો.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે પણ 28 ઓક્ટોબરથી સારો સમય શરૂ થઈ રહ્યો છે. તમને નોકરીમાં પ્રગતિ મળી શકે છે. વેપારમાં લાભ થશે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. પરિવારની સાથે સારો સમય વિતાવશો.


Google NewsGoogle News