Vinayak Chaturthi 2025: વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી આજે, જાણો પૂજાનું મુહૂર્ત અને વિધિ
Image: Facebook
Vinayak Chaturthi 2025: પોષ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથિ, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2025ની વિનાયક ચતુર્થી 3 જાન્યુઆરી એટલે કે આજે મનાવવામાં આવી રહી છે. ભગવાન ગણપતિની પૂજા કરવાથી મોટાથી મોટા સંકટને પળભરમાં દૂર કરી શકાય છે.
વિનાયક ચતુર્થી શુભ મુહૂર્ત
વિનાયક ચતુર્થીની તિથિની શરૂઆત 3 જાન્યુઆરી એટલે કે આજે અર્ધરાત્રિમાં 01:08 મિનિટ પર થઈ ચૂકી છે અને તિથિનું સમાપન આજે રાત્રે 11.39 મિનિટ પર થશે. ગણેશજીના પૂજનનો સમય સવારે 11.24 મિનિટથી લઈને બપોરે 01.28 મિનિટ સુધી.
વિનાયક ચતુર્થી પૂજન વિધિ
વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરો. જે બાદ ભગવાન ગણેશની પૂજાનો પ્રારંભ કરો. આ દિવસની પૂજામાં જટા વાળું નારિયેળ અને ભોગમાં મોદક જરૂર સામેલ કરો. આ સિવાય પૂજામાં ભગવાન ગણેશને ગુલાબના ફૂલ અને દુર્વા અર્પણ કરો. ધૂપ, દીવો, નૈવેદ્ય અર્પણ કર્યાં બાદ 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રનો ઉચ્ચારણ પૂર્વક જપ કરો. ભગવાન ગણેશની કથા વાંચો, આરતી કરો, પૂજામાં સામેલ તમામ લોકોને પ્રસાદ જરૂર વિતરણ કરો.
આ પણ વાંચો: 2025 માટે બાબા વેંગા આને નોસ્ત્રેદમસની ભયાનક ભવિષ્યવાણીઓ! યુદ્ધ અને મહામારીનો ઉલ્લેખ
વિનાયક ચતુર્થીનું મહત્ત્વ
શાસ્ત્રોમાં વર્ણિત છે જે લોકો નિયમિતરીતે વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશની પૂજા-અર્ચના કરે છે, તેમના જીવનના તમામ કષ્ટ સમાપ્ત થઈ જાય છે. વિનાયક ચતુર્થી પર સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી સંતાન સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે. વંશ વૃદ્ધિ માટે આ વ્રત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિનાયક ચતુર્થી ઉપાય
ધન પ્રાપ્તિ માટે
ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશને દુર્વાને બાંધીને માળા બનાવીને અર્પણ કરો. સાથે જ તેમને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો પછી 'વક્રતુંડાય હું' મંત્રનો 54 વખત જાપ કરો. ધન લાભની પ્રાર્થના કરો. થોડા સમય બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવી દો કે કોઈ નિર્ધન વ્યક્તિને આપો. ધનની સમસ્યાઓ દૂર થઈ જશે. આવું સતત પાંચ વિનાયક ચતુર્થી પર કરો. આવું કરવાથી તમારું રોકાયેલું ધન જરૂર મળશે.
અવરોધ અને સંકટોનો નાશ
સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન ગણેશની સમક્ષ બેસો તેમની સામે ઘી નો ચૌમુખી દીવો પ્રગટાવો. પોતાની ઉંમરના બરાબર લાડુ રાખો પછી એક-એક કરીને તમામ લાડુ ચઢાવો અને દરેક લાડુની સાથે 'ગં' મંત્ર જપતા રહો. તે બાદ અવરોધ દૂર કરવાની પ્રાર્થના કરો અને એક લાડું સ્વયં ખાઈ લો અને બાકી લાડુ વહેંચી દો. ભગવાન સૂર્યનારાયણના સૂર્યાષ્ટકનો ગણેશજીની સામે 3 વખત પાઠ કરો.