આજે શુક્ર પ્રદોષ વ્રત, એક ઉપાય કરવાથી ઘરમાં અન્ન-ધાનનો ભંડાર લાગી જશે
Image: Wikipedia
Shukra Pradosh Vrat: આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેરસ તિથિ પર જો શુક્રવાર આવે તો તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે પ્રદોષ કાળમાં મહાદેવ અને શુક્રની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શિવજી અને શુક્રની ઉપાસનાથી સૌભાગ્ય અને સંપન્નતાનું વરદાન મળે છે. આ દિવસે શિવજી અને શુક્રની ઉપાસનાથી દીર્ઘાયુ થવાનું વરદાન પણ મળે છે. લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો તેના માટે શુક્ર પ્રદોષનો દિવસ વિશેષ છે. આ દિવસે ખાસ પ્રયોગોમાં વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરી શકાય છે.
શુક્ર પ્રદોષની પૂજન વિધિ
શુક્ર પ્રદોષના દિવસે સૂર્યોદય થયા પહેલાં ઊઠો. સ્નાન બાદ હળવા સફેદ કે ગુલાબી કપડાં પહેરો. દિવસભર ભગવાન શિવના મંત્રી 'ૐ નમ:શિવાય'નો મનમાં જ જાપ કરો. ઉપવાસ રાખો અથવા જળ આહાર લો. સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવને દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવો. તે બાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને કંકુ, નાડાછડી, ચોખા, ધૂપ, દીવાથી પૂજા કરો. ચોખાની ખીર અને ફળ ભગવાન શિવને અર્પણ કરો. આસન પર બેસીને 'ૐ નમ:શિવાય' મંત્ર કે પંચાક્ષરી સ્ત્રોતનો 5 વખત પાઠ કરો.
મહાઉપાય
દાંપત્ય જીવન રહેશે ખુશહાલ
શુક્ર પ્રદોષના દિવસે લાલ ગુલાબના 27 ફૂલોને લાલ દોરામાં પરોવો. પતિ-પત્ની મળીને તેને ભગવાન શિવને અર્પણ કરો. આવું કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. જે પુરુષના લગ્નમાં મુશ્કેલી આવી રહી છે તેણે પણ આ ઉપાય કરવો જોઈએ.
વિવાહ અને રોગની ચિંતાથી મુક્તિ
શુક્ર પ્રદોષના દિવસે સાંજના સમયે ભગવાન શિવને કાચા દૂધથી સ્નાન કરાવો. ગુલાબનું અત્તર અર્પણ કરો. તેનાથી લગ્નની ચિંતા અને મુશ્કેલી ખતમ થશે. જે કોઈને પણ શુક્ર સંબંધિત કોઈ રોગ હોય તો તે પણ આ ઉપાયને અજમાવો.
ઘરમાં અન્ન-ધનનો લાગશે ભંડાર
શુક્ર પ્રદોષના દિવસે સાંજના સમયે સફેદ ચંદનનો લેપ ભગવાન શિવ પર કરો. ભગવાન શિવની સામે બેસીને 'ૐ નમ:શિવાય' મંત્રનો જાપ કરો. ઘરમાં અન્ન અને ધનની પ્રગતિ માટે પણ ઉપાય કરો.