આજે રંગભરી અગિયારસ: માન્યતાઓ અનુસાર ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 20 માર્ચ 2024 બુધવાર
પંચાંગ અનુસાર રંગભરી અગિયારસનું વ્રત ફાગણ મહિનામાં રાખવામાં આવે છે. આ વર્ષે ફાગણ મહિનાની રંગભરી અગિયારસનું વ્રત આજે 20 માર્ચ બુધવારના દિવસે રાખવામાં આવી રહ્યુ છે. આ વ્રતની વિશેષ ધાર્મિક માન્યતાઓ હોય છે. રંગભરી અગિયારસને આમલકી એકાદશી જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર રંગભરી અગિયારસના દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતી વિવાહ બાદ કાશી ગયા હતા. જ્યાં ભોલેનાથ અને માતા પાર્વતીએ રંગ રમીને તમામની સાથે હોળીનો તહેવાર પણ મનાવ્યો હતો. જેના કારણે આ અગિયારસનું મહત્વ વધી જાય છે.
રંગભરી અગિયારસ પર ના કરો આ ભૂલો
કાળા રંગના વસ્ત્ર પહેરવાનું ટાળવુ
માન્યતાનુસાર રંગભરી અગિયારસના દિવસે રંગોનું વિશેષ મહત્વ હોય છે. રંગભરી અગિયારસના દિવસે કાળા રંગના વસ્ત્ર પહેરવાનું ટાળવુ જોઈએ. રંગભરી અગિયારસના દિવસે કોઈ પણ રંગના વસ્ત્ર પહેરી શકાય છે પરંતુ આ દિવસે ખાસ કરીને પીળા રંગના વસ્ત્ર પહેરવાનું વિશેષ મહત્વ હોય છે. જોકે, કાળો રંગ પહેરવો નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.
તામસિક ભોજનનું સેવન ટાળવુ
રંગભરી અગિયારસના દિવસે સાત્વિક ભોજન કરવાનું કહેવામાં આવે છે. આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી અને લસણથી બનેલી વસ્તુઓનું સેવન કરવાની મનાઈ હોય છે. સાથે જ અગિયારસ પર માદક પદાર્થોનું સેવન કરવુ જોઈએ નહીં.
તુલસીને તોડવી નહીં
અગિયારસની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે માતા તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય હોય છે તેથી તુલસીને અગિયારસની પૂજામાં જરૂર સામેલ કરવી જોઈએ પરંતુ તુલસીના પાન ક્યારેય પણ અગિયારસના દિવસે તોડવા જોઈએ નહીં. અગિયારસની પૂજાના એક દિવસ પહેલા તુલસીના પાન તોડી શકાય છે. તુલસીના પાન અગિયારસના દિવસે તોડવાથી માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે.
કોઈનું અપમાન ન કરવુ
કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિનું અપમાન ક્યારેય કરવુ જોઈએ નહીં પરંતુ અગિયારસના દિવસે ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓનું સેવન ટાળવુ જોઈએ. અગિયારસ પર પોતાની વાણીને શુદ્ધ રાખવી જોઈએ અને કોઈને દુ:ખ પહોંચાડવાથી પણ બચવુ જોઈએ.