આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ, શાસ્ત્રોથી જાણો મા કાત્યાયનીની કથા અને પૂજાનું મહત્વ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ, શાસ્ત્રોથી જાણો મા કાત્યાયનીની કથા અને પૂજાનું મહત્વ 1 - image


                                               Image Source: Wikipedia & Twitter

અમદાવાદ, તા. 20 ઓક્ટોબર 2023 શુક્રવાર

નવરાત્રિમાં છઠ્ઠા દિવસની અધિષ્ઠાત્રી દેવી છે માતા કાત્યાયની. નવદુર્ગા ગ્રંથ અનુસાર તેમના નામની ઉત્પત્તિની પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. કત ઋષિના પુત્ર મહર્ષિ કાત્ય હતા. મહર્ષિ કાત્યાયન તેમના જ વંશજ હતા. ઘોર તપસ્યા બાદ માતા પાર્વતી/કાત્યાયનીની પૂજા સર્વપ્રથમ કરવાનો શ્રેય મહર્ષિ કાત્યાયનને જાય છે. તેથી આ માતાનું નામ દેવી કાત્યાયની પડ્યુ. કાત્યાયન મહર્ષિનો આગ્રહ હતો કે દેવી તેમના ઘરે પુત્રીના સ્વરૂપે જન્મ લે. આસો કૃષ્ણ ચતુર્દશીનો જન્મ લઈને શુક્લ સપ્તમી, અષ્ટમી, નવમી સુધી તેમણે ત્રણ દિવસ કાત્યાયન દ્વારા કરવામાં આવી રહેલી અર્ચના સ્વીકારી અને દશમીએ મહિષાસુરનો વધ કર્યો. દેવતાઓએ આમાં અમોઘ શક્તિઓ ભરી દીધી. 

છઠ્ઠો દિવસ સાધકના મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે. તેમાં અનંત શક્તિઓનો સંચાર થાય છે. તે હવે માતાનું દિવ્ય રૂપ જોઈ શકે છે. ભક્તને તમામ સુખ પ્રાપ્ત થાય છે. દુ:ખ દરિદ્રતા અને પાપોનો નાશ થઈ જાય છે. આ દિવ્ય અને ભવ્ય સ્વરૂપની છે. આ શુભ વર્ણા છે અને સુવર્ણ આભાથી મંડિત છે. તેમની ચાર ભુજાઓમાંથી જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં અને નીચે વાળો હાથ વર મુદ્રામાં સ્થિત છે. ડાબા હાથમાં ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ છે. તેમનું પણ વાહન સિંહ છે.

તેમનો મંત્ર આ છે

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

સંપૂર્ણ બ્રજની અધિષ્ઠાત્રી દેવી આ માતા હતા. ચીર હરણના સમયે માતા રાધા અને અન્ય ગોપીઓ આ માતાની પૂજા કરવા ગયા હતા. કાત્યાયની માતાનું વર્ણન ભાગવત પુરાણ 10.22.1 માં પણ છે, શ્લોક છે...

हेमन्ते प्रथमे मासि नन्दत्रजकुमारिकाः । चेरुर्हविष्यं भुञ्जानाः कात्यायन्यर्च्चनव्रतम् ॥

અર્થાત- શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત. હવે હેમંત ઋતુ આવી. તેના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષમાં નન્દબાબાકે વ્રજકી કુમારીઓ કાત્યાયની દેવીની પૂજા અને વ્રત કરવા લાગી. તે માત્ર હવિષ્યાન્ન જ ખાતી હતી.

દેવી પુરાણ અનુસાર આજના દિવસે 6 કન્યાઓને ભોજન કરાવવુ જોઈએ. સ્ત્રીઓ આજના દિવસે સ્લેટી એટલે કે ગ્રે રંગની સાડીઓ પહેરે છે.


Google NewsGoogle News