Paush Pradosh Vrat 2024: આજે પોષ મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત, જાણો પૂજન વિધિ અને તેનું મહત્ત્વ
Image: Wikipedia
Paush Pradosh Vrat: દરેક મહિનાની તેરસ તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. 28 ડિસેમ્બર એટલે કે આજે પ્રદોષ વ્રત રાખવામાં આવી રહ્યું છે અને આજે શનિ પ્રદોષ વ્રત પણ કહેવાશે. શનિ પ્રદોષ વ્રત એટલા માટે કહેવાય છે કે કેમ કે આ પ્રદોષ વ્રત શનિવારે છે. આ દિવસે ભગવાન શિવ અને શનિદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે. શિવની ઉપાસનાથી જીવન ખુશહાલ અને હનુમાનની પૂજાથી દુશ્મનોનો વિનાશ થાય છે, શનિ પ્રદોષ પર શનિદેવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે.
પોષ પ્રદોષ વ્રતની પૂજા વિધિ
પ્રદોષ વ્રત કરનાર ભક્તોને સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યા બાદ શંકર ભગવાનનો ગંગા જળથી અભિષેક કરવો અને પુષ્પ અર્પણ કરો. પોષ પ્રદોષના દિવસે ભોલેનાથની સાથે જ માતા પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરો. ભોગ લગાવ્યા બાદ ભોલેનાથની આરતી કરો અને આખો દિવસ તેમનું ધ્યાન કરો.
આ પણ વાંચો: જાન્યુઆરી 2025માં આ મોટા ગ્રહોનું ગોચર થશે, જાણો કઈ-કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
પોષ પ્રદોષ વ્રતનું મહત્ત્વ
પ્રદોષ વ્રત વાળા દિવસે પ્રદોષ કાળના સમયને શુભ માનવામાં આવે છે. આ દરમિયાન કરવામાં આવેલી તમામ પ્રાર્થનાઓ અને પૂજા સફળ માનવામાં આવે છે. આ વ્રતને કરવાથી રોગ, ગ્રહ દોષ, કષ્ટ, પાપ વગેરેથી મુક્તિ મળે છે. આ સિવાય આ વ્રતના પુણ્ય પ્રભાવથી નિ:સંતાન લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે.
પોષ પ્રદોષ વ્રતના દિવસે શું કરવું અને શું ન કરવું
એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના વસ્ત્ર ધારણ કરીને ન બેસવું. આ સિવાય જો તમે પ્રદોષ વ્રત રાખી રહ્યાં છો તો પ્રયત્ન કરો કે આ દિવસે કોઈ પણ પ્રકારનો ખોટું કાર્ય ન કરવું. ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. નારિયેળ ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવજીને નારિયેળ ચઢાવવું શુભ હોય છે પરંતુ તેમને નારિયેળનું પાણી ક્યારેય પણ ચઢાવવું જોઈએ નહીં. ભગવાન શિવની પૂજાના દિવસે તમે લીલા, લાલ, સફેદ, કેસરી કે પીળા રંગના વસ્ત્ર પહેરી શકો છો.