નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે
Image: Wikipedia
Vastu Tips 2025: નવું વર્ષ થોડા જ દિવસોમાં આવવાનું છે અને દરેક નવા વર્ષની શરુઆત નવી આશાઓ સાથે કરવા ઇચ્છે છે. નવા વર્ષે જો માતા તુલસીની ઉપાસના કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીનો છોડ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.
તુલસી માતાને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તુલસીનો છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે અને નવા વર્ષે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં પ્રગતિ પણ આવે છે. નવા વર્ષના પહેલા દિવસે તુલસી સાથે એવી કઈ વસ્તુ બાંધવી જોઈએ જેનાથી સમગ્ર વર્ષ દરમ્યાન ઘરમાં ધન-સંપત્તિ વધશે.
તુલસીમાં બાંધો નાડાછડી
નવા વર્ષના પહેલા દિવસે તુસલીમાં લાલ રંગની નાડાછડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે લાલ નાડાછડી બાંધવાથી સુખ અને સંપત્તિમાં વધારો થાય છે.
આ દિવસે તુલસી માતાની પૂજા કર્યા બાદ તેમાં લાલ નાડાછડી બાંધો. તે બાદ તુલસીના છોડનો દૂધથી અભિષેક કરો, જેનાથી માતા તુલસી પ્રસન્ન થઈ જશે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસી પર લાલ રંગની નાડાછડી બાંધવાથી ઘરના તમામ આર્થિક સંકટ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે.