આ વર્ષે જન્માષ્ટમીએ છે દુર્લભ જયંતિ યોગ; જાણો તારીખ, પૂજાનું મુહુર્ત અને પારણાનો સમય
Image Wikipedia |
Krishna Janmashtami 2024: હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, લગ્ન વૃષભ અને બુધવારની મધ્યરાત્રિએ મથુરાની જેલમાં થયો હતો. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને રાત્રે બાળ ગોપાલના જન્મ પછી વિધિવત ધાર્મિક પૂજા- અર્ચના કરે છે. આ તહેવાર મથુરા અને વૃંદાવન સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચાલો આજે વર્ષ 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ક્યારે છે, તેના વિશે વિગતે જાણીએ.
આ પણ વાંચો :- કૈલાશ માનસરોવર નજીક આવેલું રાક્ષસ તળાવનું રહસ્ય, તિબેટના લોકો કેમ ત્યાં જતા ડરે છે?
કૃષ્ણ જન્માષ્ટમી પર જયંતિ યોગ
આ વર્ષે એટલે કે 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ સોમવારના રોજ જયંતી યોગમાં મનાવવામાં આવશે. જયંતિ યોગમાં જન્માષ્ટમીનું વ્રત કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. કહેવાય છે કે, આ યુગમાં જન્માષ્ટમીનું વ્રત કરનારને વૈકુંઠ ધામમાં નિવાસ મળે છે. ગૃહસ્થ જીવન અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો એક જ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે.
કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર -વર્ષ 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવશે.
અષ્ટમી તિથિનો પ્રારંભ - 26 ઓગસ્ટ, સવારે 3.40 થી
અષ્ટમી તિથિની સમાપ્તિ - 27 ઓગસ્ટ, સવારે 2:20 સુધી
દહીં હાંડી - 27 ઓગસ્ટ, મંગળવારના રોજ મનાવવામાં આવશે
જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્ર
રોહિણી નક્ષત્રનો પ્રારંભ - 26મી ઓગસ્ટ, બપોરે 3:55 વાગ્યાથી
રોહિણી નક્ષત્રની સમાપ્તિ - 27મી ઓગસ્ટ, બપોરે 3:38 કલાકે
જન્માષ્ટમી પૂજા મુહૂર્ત 2024
કૃષ્ણ જન્માષ્ટમી પૂજાનો સમય - મધ્યરાત્રિથી 12.45 વાગ્યા સુધીનો રહેશે. એટલે તમને પૂજા કરવા માટે 45 મિનિટનો સમય મળશે.
ઉપવાસનું પારણું - 27 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં ઉપવાસ તોડી શકાશે.
કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્ત્વ :-
જ્યારે જ્યારે પાપ અને અધર્મ હદ વટાવે છે, ત્યારે ભગવાન પૃથ્વી પર અવતાર લે છે, અને તેમના ભક્તોનું રક્ષણ કરે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના રોજ શ્રી કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો. આ વખતે આ શુભ તિથિ 26 ઓગસ્ટ, સોમવારે છે. ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર મથુરા શહેરમાં રાજકુમારી દેવકી અને તેના પતિ વાસુદેવના આઠમા પુત્ર તરીકે થયો હતો. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે અને વિધિ-વિધાનથી પૂજા કરે છે, તેની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ વાસ થાય છે. આ ઉપરાંત તે વ્યક્તિને જન્મ - મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે.