Mahashivratri 2024: આજે મહાશિવરાત્રિ પર ધનમાં વધારો કરશે આ ખાસ ઉપાય, આ 5 ભૂલ કરવાથી બચવુ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
Mahashivratri 2024: આજે મહાશિવરાત્રિ પર ધનમાં વધારો કરશે આ ખાસ ઉપાય, આ 5 ભૂલ કરવાથી બચવુ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 08 માર્ચ 2024 શુક્રવાર

મહાશિવરાત્રિનું પર્વ આજે મનાવવામાં આવી રહ્યુ છે. મહાશિવરાત્રિને લઈને ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવુ માનવામાં આવે છે કે આ વિશેષ દિવસે જ મધ્યરાત્રિએ ભગવાન શંકરનું અવતરણ થયુ હતુ. એ પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાનું ત્રીજુ નેત્ર ખોલ્યુ હતુ અને બ્રહ્માંડને આ નેત્રની જ્વાળાથી સમાપ્ત કર્યા હતા. આ પાવન રાત્રિએ ભગવાન શિવે સંરક્ષણ અને વિનાશનું સર્જન કર્યુ હતુ. માન્યતા એ પણ છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ વિવાહ સંપન્ન થયા હતા. 

શિવરાત્રિએ ભોલેનાથની ઉપાસના કેવી રીતે કરવી

મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને શિવપૂજાનો સંકલ્પ લો. શિવજીને જળ અર્પણ કરો. પંચોપચાર પૂજન કરીને શિવજીના મંત્રોનો જાપ કરો. રાત્રે શિવ મંત્રો સિવાય રૂદ્રાષ્ટક કે શિવ સ્તુતિનો પાઠ પણ કરી શકો છો. જો ચાર પ્રહર પૂજન કરો છો તો પહેલા પ્રહરમાં દૂધ, બીજા પ્રહરમાં દહીં, ત્રીજા પ્રહરમાં ઘી અને ચોથા પ્રહરમાં મધથી પૂજા કરો. દરેક પ્રહરમાં જળનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે. તેથી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ શુભ માનવામાં આવે છે.

ઝડપી વિવાહ માટે ઉપાય

પીળા વસ્ત્ર ધારણ કરીને શિવ પૂજા કરો. પોતાની ઉંમરના બરાબર બેલપત્ર લો. શિવલિંગ પર એક એક કરીને બેલપત્ર અર્પણ કરો. દરેક બેલપત્રની સાથે "नमः शिवाय" કહો. ઝડપી વિવાહની પ્રાર્થના કરો. 

ધનની પ્રાપ્તિ માટે ઉપાય

દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘી થી ભગવાન શિવનો અભિષેક કરો. જે બાદ જળ અર્પણ કરો. પછી ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. આ ચમત્કારી ઉપાયથી ઘરમાં ધનની આવક વધશે.

શિક્ષણ અને એકાગ્રતા માટે ઉપાય

શિવરાત્રિના દિવસે ભગવાન શિવને દૂધ મિક્સ કરીને જળ અર્પણ કરો. જળમાં અત્યંત થોડા પ્રમાણમાં દૂધ મિક્સ કરો. તેની ધારા સતત શિવલિંગ પર કરો. તે સમયે ''શિવ-શિવ'' કહેતા જાવ. શિવલિંગને સ્પર્શ કરીને પાંચ-મુખી રુદ્રાક્ષ ધારણ કરો. 

શિવરાત્રિ પર શું સાવધાની રાખવી

મહાશિવરાત્રિ પર જરૂરી વસ્તુઓની બરબાદી ન કરો. કોઈ પણ ઉપાય કર્યા બાદ ગરીબને કંઈકને કંઈક દાન જરૂર કરો. ભગવાન શિવને હળદર, કંકુ કે સિંદૂર અર્પણ કરવામાં આવતુ નથી. શિવલિંગ પર સિંદૂર કે કંકુના સ્થાને તમે ચંદનને અર્પણ કરી શકો છો. શિવલિંગ પર શંખથી જળ અર્પણ કરવુ જોઈએ નહીં. 


Google NewsGoogle News