Get The App

શનિની સાડાસાતીનો આ તબક્કો હોય છે ખૂબ જ આકરો, વ્યક્તિને પડે છે સૌથી વધુ મુશ્કેલી

Updated: Jul 11th, 2023

GS TEAM


Google News
Google News
શનિની સાડાસાતીનો આ તબક્કો હોય છે ખૂબ જ આકરો, વ્યક્તિને પડે છે સૌથી વધુ મુશ્કેલી 1 - image


                                                       Image Source: Twitter

અમદાવાદ, તા. 11 જુલાઈ 2023 મંગળવાર

શનિ ગ્રહને તમામ ગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ અને ધીમી ગતિથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે. શનિ કોઈ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિ અત્યારે કુંભ રાશિમાં છે અને બીજી વખત આ રાશિમાં આવતા લગભગ 30 વર્ષનો સમય લાગશે. કોઈ પણ રાશિની ઉપર જ્યારે શનિની સાડાસાતી, ઢૈય્યા અને મહાદશા થાય છે તો જાતકને આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી લગભગ સાડા સાત વર્ષ સુધી ચાલે છે. જેમાં તે 3 તબક્કામાં થઈને પસાર થાય છે અને દરેક તબક્કાનો પ્રભાવ જાતકોના જીવન પર અલગ-અલગ હોય છે.

વર્ષ 2023માં શનિની સાડાસાતી

શનિ ખૂબ જ ધીમી ચાલથી ચાલતો ગ્રહ છે. આ કારણે તેનો પ્રભાવ જાતકો ઉપર ઘણા લાંબા સમય સુધી રહે છે. શનિ એકમાંથી બીજી રાશિમાં અઢી વર્ષ બાદ પરિવર્તન કરે છે. શનિ અત્યારે પોતાની સ્વયં રાશિ કુંભમાં બિરાજમાન છે. આ રીતે મકર, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિની સાડાસાતી 3 તબક્કામાં હોય છે. મકર રાશિના જાતકો પર સાડાસાતીનો અંતિમ તબક્કો, કુંભ રાશિ પર બીજો તબક્કો અને મીન રાશિના જાતકોની ઉપર સાડાસાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે.

શનિની સાડાસાતીનો પહેલો તબક્કો

વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર જ્યારે શનિ જન્મના ચંદ્રથી 12 માં ભાવમાં પ્રવેશ કરે છે તો સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થાય છે. શનિનો પ્રભાવ અઢી વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતીનો પહેલો તબક્કો પ્રભાવી થવાથી જાતકોને સંપત્તિ સંબંધિત ઘણા પ્રકારના વાદ-વિવાદનો સામનો કરવો પડે છે. જીવનમાં ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શનિની સાડાસાતીનો બીજો તબક્કો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સાડાસાતીનો બીજો તબક્કો સૌથી વધુ પીડા આપનારો અને કષ્ટકારી માનવામાં આવે છે. જ્યારે શનિ 12માં ભાવથી પહેલા ઘરમાં આવે છે તો સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ જાય છે. સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થવાથી વ્યક્તિને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને ગંભીર બીમારીઓનો પણ ભોગ બનવુ પડે છે. જેનાથી વ્યક્તિ મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. કારણ વિનાના વાદ-વિવાદ શરૂ થઈ જાય છે.

શનિની સાડાસાતીનો ત્રીજો તબક્કો

જ્યારે શનિ મૂળ ચંદ્ર ભાવથી બીજા ભાવમાં પ્રવેશ કરે છે તો સાડાસાતીનો ત્રીજો તબક્કો શરૂ થઈ જાય છે. શનિની સાડાસાતીના ત્રીજા તબક્કાને ઉતરતી સાડાસાતીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજો તબક્કો પહેલા બે ની સરખામણીએ થોડી રાહત આપનારો હોય છે. આમાં વ્યક્તિને અમુક નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Tags :