Get The App

વર્ષની છેલ્લી એકાદશીએ વિષ્ણુ ભગવાનને આ ભોગ ધરાવજો, નવા વર્ષની શરુઆત ખુશીઓ સાથે થશે

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વર્ષની છેલ્લી એકાદશીએ વિષ્ણુ ભગવાનને આ ભોગ ધરાવજો, નવા વર્ષની શરુઆત ખુશીઓ સાથે થશે 1 - image


Saphala Ekadashi 2024 : દર વર્ષે પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ સફળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની સાથે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. વર્ષ 2024માં સફળા એકાદશીનું વ્રત 26મી ડિસેમ્બરે મનાવવામાં આવશે. સફળા એકાદશીના દિવસે ઉપવાસ કરનારા ભક્તોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. સફળા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તેના વિશે જાણીએ. આ વસ્તુઓ ચડાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા સદા તમારા પર બની રહેશે. 

પંજરી

જો તમે સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ધાણાની પંજરી ધરાવશો તો તમને જીવનમાં સફળતા મળશે. ધાણાની પંજરી ચઢાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

કેળા 

ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ ધરાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. કેળાનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની સાથે ગુરુના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. કેળાનો ભોગ ધરાવવાથી તમારા જીવનમાં ઘણાં સંકટો દૂર થશે.           

પીળી મીઠાઈનો ભોગ

સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ ધરાવવી જોઈએ. મીઠાઈ ચઢાવવાથી તમારા જીવનમાં મધુરપ બની રહેશે. તમે સફળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ, પેંડા વગેરે ઘરાવી શકો છો. આવું કરવાથી તમને તમારા પારિવારિક જીવનમાં પણ શાંતિની પ્રાપ્તિ થશે. 

કેસરનો હલવો

જો તમારે જીવનમાં સફળતા અને સંતુલન જોઈતું હોય તો તમારે કેસરની ખીર બનાવીને ભગવાન વિષ્ણુને ધરાવી જોઈએ. કેસરની ખીર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ખીર ધરાવીને તમે નવા વર્ષમાં પણ શુભ ફળ મેળવી શકો છો. ભોગ લગાવીને ખીરને અન્ય લોકોમાં વહેંચવી જોઈએ.

પંચામૃત

આ એકાદશીના દિવસે તમારે પંચામૃત એટલે કે ઘી, દૂધ, દહીં, ખાંડ અને મધને ભેળવીને ભગવાન વિષ્ણુને ધરાવવું જોઈએ. ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાથી તમારા પરિવારને માનસિક શાંતિ મળશે. ભગવાન વિષ્ણુ પણ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.

વર્ષની છેલ્લી એકાદશીએ વિષ્ણુ ભગવાનને આ ભોગ ધરાવજો, નવા વર્ષની શરુઆત ખુશીઓ સાથે થશે 2 - image



Google NewsGoogle News